Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોમાં ચિંતા:પંચમહાલમાં વાવાઝોડાથી ઘઉં-એરંડાના પાકને નુકસાન

    1 week ago

    પંચમહાલ જિલ્લામાં ગુરૂવાર રાત્રીના 8 કલાકની આસપાસ અચાનક પ્રતિ કલાકે 18 થી 22 કિમીની ઝડપે પવન ફૂંકાતા લોકોમાંભયનો માહોલ સર્જ્યો હતો. ભારે પવન ફૂંકાતાં ખેતરોમાં ઉભા એરંડા અને ઘઉંના પાકો પડી જવા સાથે કેટલાક ખેતરોમાં ઘઉંની લણણી કરીને ઢાંકીને રાખેલા પાકને નુકસાન થયુ હતું . ત્યારબાદ 9 કલાક પછી વિજળીના કડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થતાં વિજ પુરવઠો ખોરવાયો હતો. જિલ્લામાં ગુરુવારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ગોધરા, શહેરા, ઘોઘંબા સહીતના તાલુકાઓમાં પવન સાથેના કમોસમી વરસાદથી ખેતરના ઉભા પાકને નુકસાન થયું છે. જયારે ચેત્રી નવરાત્રી દરમ્યાન પગપાળા સંઘના વિસામા માટે બનાવેલા મંડપના કાપડ ફાટીને ઉડયા હતા. હાલોલ સહિતના સ્થળોએ રોડ નજીકના હોર્ડિંગ્સ તૂટી ગયા હતા. વાવાઝોડાથી જિલ્લામાં 5 વિજપોલ ધરાશાઇ થઇ ગયા હતા.વિજકંપનીને વાવાઝોડાની અસર ઓછી થઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ છુાટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. કમોસમી વરસાદથી જ્યારે તાપમાનનો પારો ચાર ડીગ્રી ગગડી જતા ઠંડક પ્રસરી હતી. ઘઉંનો પાક ખેતરમાં આડો પડી ગયો પંચમહાલ જિલ્લાના મુખ્યત્વે ગોધરા, શહેરા, કાલોલ, અને હાલોલ પંથકમાં કમોસમી વરસાદની અસર વધુ જોવા મળી છે. માર્ચ માસમાં કમોસમી વરસાદથી લણણીના આરે આવેલા ઘઉં અને રાયડાના પાકને સૌથી વધુ નુકસાનની આશંકા સેવાઈ રહી છે.પવન સાથેના વરસાદને કારણે ઘઉંનો પાક ખેતરમાં આડો પડી ગયો છે.તેમજ બાગાયતી પાક એવા કેરીના પાક (આંબા) પર આવેલા મોર (ફૂલ) ખરી પડવાથી આ વર્ષે ઉત્પાદન ઘટવાની ભીતિ છે."
    Click here to Read More
    Previous Article
    યુદ્ધની ઉદ્યોગને અસર:LPGની અછતથી કંડલામાં IFGLનો પ્લાન્ટ હાલ બંધ કરાયો
    Next Article
    હેરિટેજ સિટીનો રિવ્યુ કરાયો:યુનેસ્કોને 2035 સુધીનો રોડમેપ બતાવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment