Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાનગી બસ પર કાર્યવાહી:2035 સુધી રાજ્યની તમામ એસટી બસ ઈલેકટ્રીક કરવાનો ઉદ્દેશ

    3 days ago

    પર્યાવરણ પૂરક સાર્વજનિક પરિવહનને ઉત્તેજન આપવા 2035 સુધી એસટીનો સંપૂર્ણ કાફલો ઈલેકટ્રીક કરવાનો સરકારનો ઉદ્દેશ છે. અત્યારે ચાલી રહેલી બસ સહિત નવી ખરીદી કરવામાં આવનારી બસોનો એમાં સમાવેશ આ યોજનામાં કરવામાં આવશે. જૂની તમામ બસ પણ તબક્કાવાર ઈલેકટ્રીક વાહનમાં રૂપાંતર કરવામાં આવશે એવી માહિતી પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આપી હતી. વિધાન પરિષદમાં વિધાનસભ્ય શ્રીકાંત ભારતીયે આ બાબતે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. એસટી મહામંડળે 5 હજાર 150 ઈલેકટ્રીક બસ લેવાનો કરાર કર્યો છે. એમાંથી 900થી વધારે બસ મહામંડળમાં દાખલ થઈ છે. આ કરાર અનુસાર રાજ્યમાં 172 ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનું નિયોજન છે. એમાંથી 39 ચાર્જિંગ સ્ટેશન ઊભા થઈ ગયા છે અને વધુ 45 સ્ટેશન આગામી ત્રણ મહિનામાં કાર્યાન્વિત થશે. બાકીના સ્ટેશન પણ ટૂંક સમયમાં પૂરા કરવા એસટી મહામંડળ સંબંધિત કંપની સાથે સમન્વય સાધી રહ્યું છે. પાલઘર જિલ્લાના દહાણુ અને જવ્હાર ડેપોને એક મહિનામાં 30 નવી બસ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. તેમ જ જરૂરિયાત અનુસાર ભવિષ્યમાં વધુ બસ પણ ઉપલબ્ધ કરી આપવામાં આવશે. ડુંગરાળ અને દુર્ગમ ભાગમાં મોટી બસ પહોંચી શકતી ન હોવાથી આગામી બે મહિનામાં રાજ્ય માટે વધુ 200 મિની બસ ઉપલબ્ધ થશે એમ પરિવહન મંત્રીએ જણાવ્યું હતું. આ બાબતે નિરંજન ડાવખરેએ તારાંકિત પ્રશ્ન પૂછ્યો હતો. ખાનગી બસ પર કાર્યવાહી એસટી ડેપોના 200 મીટર પરિસરમાં ગેરકાયદે પ્રવાસી પરિવહન ચાલુ હોવાની કબૂલાત પરિવહન મંત્રીએ કરી હતી. આવી ખાનગી બસ વિરુદ્ધ મોટા પ્રમાણમાં કાર્યવાહી ચાલુ છે. અત્યાર સુધી 200થી વધારે ખાનગી બસ પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવ્યાની માહિતી સરનાઈકે આપી હતી. બસ ડેપોનું આધુનિકીકરણ, ડ્રાઈવર અને કંડકટર માટે રહેવાની વ્યવસ્થા તેમ જ જરૂરી સુવિધાઓ માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નવેસરથી એફઆઈઆર નોંધવા આદેશ:સિવિલ વિવાદ નહીં, ફોજદારી ગુનો: EOWની સી સમરી કોર્ટમાં નામંજૂર
    Next Article
    મુખ્ય સૂત્રધારનો ભાઈ 13 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં:નેસ્કો ડ્રગ પાર્ટી પ્રકરણે વધુ એકની ધરપકડ સાથે કુલ 14 આરોપીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment