Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવેસરથી એફઆઈઆર નોંધવા આદેશ:સિવિલ વિવાદ નહીં, ફોજદારી ગુનો: EOWની સી સમરી કોર્ટમાં નામંજૂર

    3 दिन पहले

    મુંબઈ આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)ને એક મહત્ત્વપૂર્ણ આર્થિક છેતરપિંડીના કેસમાં વિશેષ એમઆઈપીડી કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. ઈઓડબ્લ્યુએ તપાસ બાદ આ મામલાને સિવિલ વિવાદ ગણાવી સી સમરી રિપોર્ટ દાખલ કરીને કેસ બંધ કરવાની ભલામણ કરી હતી. જોકે ફરિયાદી દ્વારા આ નિર્ણયને પડકારતાં વિશેષ એમઆઈપીડી કોર્ટે ઈઓડબ્લ્યુનો રિપોર્ટ ફગાવી દીધો છે અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ (એમઆઈપીડી) અધિનિયમ હેઠળ ફરીથી એફઆઈઆર નોંધાવી તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે મેસર્સ રણબીર રિયલ એસ્ટેટ એન્ડ ડેવલપર્સ એલએલપી, જયકુમાર ગજાનંદ ગુપ્તા અને સુયશ જયકુમાર ગુપ્તા વિરુદ્ધ એમઆઈપીડી અધિનિયમની કલમ 3 અને 4 હેઠળ ગુનો નોંધવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે ઈઓડબ્લ્યુને એક મહિનાની અંદર એફઆઈઆર નોંધાવી તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરવા પણ જણાવ્યું છે. અંધેરીમાં રહેતા મહેશ દોશીની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ પુનર્વિકાસ પ્રોજેક્ટમાં રોકાણ કરાવવાના બહાને વાર્ષિક 18 ટકા વળતર આપવાનું વચન આપી કરોડો રૂપિયાનું રોકાણ મેળવ્યું હતું. શરૂઆતમાં થોડા સમય સુધી વ્યાજ ચૂકવવામાં આવ્યું, પરંતુ ત્યાર બાદ ન તો મૂડી પરત કરવામાં આવી અને નક્કી કરાયેલું વ્યાજ પણ ચૂકવાયું નહીં. કોર્ટ સમક્ષ રજૂ થયેલા દસ્તાવેજો મુજબ આ પ્રોજેક્ટમાં આશરે 48 રોકાણકારો પાસેથી 68.57 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા હતા. નવેસરથી એફઆઈઆર નોંધવા આદેશ કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું કે સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદા મુજબ આવા પ્રકારનું રોકાણ ડિપોઝિટની શ્રેણીમાં આવે છે અને આવા કેસોમાં એમઆઈડીપી અધિનિયમ લાગુ થઈ શકે છે. તેથી ઈઓડબ્લ્યુ દ્વારા આ કેસને માત્ર સિવિલ વિવાદ ગણાવી દાખલ કરાયેલી સી સમરી સ્વીકારી શકાય નહીં. કોર્ટના આ નિર્ણય બાદ હવે ઈઓડબ્લ્યુને નવેસરથી એફઆઈઆર નોંધી સમગ્ર મામલાની વિસ્તૃત તપાસ હાથ ધરવી પડશે.
    Click here to Read More
    Previous Article
    ઈરાન બોલ્યું- આગામી આદેશ સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ:કોઈ પણ જહાજ મંજૂરી વગર પાર ન કરે; ટ્રમ્પ બોલ્યા- ઈરાન પર 1000 મિસાઈલો ટાર્ગેટ કરી રાખી છે
    Next Article
    ખાનગી બસ પર કાર્યવાહી:2035 સુધી રાજ્યની તમામ એસટી બસ ઈલેકટ્રીક કરવાનો ઉદ્દેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment