Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધની ઉદ્યોગને અસર:LPGની અછતથી કંડલામાં IFGLનો પ્લાન્ટ હાલ બંધ કરાયો

    1 week ago

    પશ્ચિમ એશિયામાં ભડકેલા યુદ્ધની અસર હવે કચ્છના ઉદ્યોગોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. ગલ્ફમાંથી આવતા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ના સપ્લાયમાં વિક્ષેપ સર્જાતા કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (KASEZ)માં આવેલી IFGL રિફ્રેક્ટરીઝનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. શેરબજાર (BSE/NSE) ને આપેલી સત્તાવાર માહિતી મુજબ, IFGL રિફ્રેક્ટરીઝ લિમિટેડે શુક્રવારે જાહેરાત કરી છે કે ગલ્ફ સંકટને કારણે LPG નો સપ્લાય ખોરવાયો છે. બીજી તરફ, ભારત સરકારે દેશમાં ગેસની અછત ન સર્જાય તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને તમામ ઉપલબ્ધ LPG માત્ર ‘ઘરેલુ ગ્રાહકો’ ને જ ફાળવવાનો આદેશ આપ્યો છે. આ સ્થિતિમાં કમર્શિયલ ગેસ ન મળવાથી કંપનીએ ગાંધીધામના કંડલા સેઝ (KASEZ) માં પ્લોટ નં. 638-644 પર આવેલો પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અચોક્કસ મુદત માટે બંધ કરી દીધો છે. મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર આ સ્થિતિ તેમના નિયંત્રણ બહાર છે અને સમગ્ર રિફ્રેક્ટરી ઇન્ડસ્ટ્રી માટે આ એક મોટો ફટકો છે.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:દક્ષિણ એશિયાનાં ટોચનાં 10 એરપોર્ટમાં દેશનાં 9, અમદાવાદ 9મા ક્રમે, આધુનિકીકરણ, નવી ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મુકાયો
    Next Article
    ખેડૂતોમાં ચિંતા:પંચમહાલમાં વાવાઝોડાથી ઘઉં-એરંડાના પાકને નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment