Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ વન દિવસ વિશેષ:છોટાઉદેપુર જિલ્લાના વનતંત્રમાં ધબકતું ગ્રામીણ અર્થતંત્ર

    1 week ago

    જળ, જમીન અને જંગલ—આ ત્રણ તત્વો આદિવાસી સમુદાય માટે માત્ર સંસાધનો નથી, પરંતુ તેમના આરાધ્ય દેવ છે. 21 માર્ચ, ‘વિશ્વ વન દિવસ' નિમિત્તે આ વર્ષની થીમ "જંગલો અને અર્થતંત્ર’, જે વનોના આર્થિક અને પર્યાવરણીય મહત્વને વિશેષ રીતે રેખાંકિત કરે છે. જંગલ એ આદિવાસી સંસ્કૃતિનું હૃદય છે અને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે. પ્રકૃતિના ખોળે વસેલો માનવી જ્યારે જંગલને પૂજે છે, ત્યારે જંગલ તેને આજીવિકાનું અમૃત આપે છે. પર્યાવરણીય સંતુલન જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવતા આ લીલાછમ વનવિસ્તારો આજે ભારતના સર્વાંગી વિકાસમાં ‘ગ્રીન એન્જિન’ બનીને ઉભરી રહ્યા છે. ગુજરાતની પૂર્વ સરહદે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદોને સ્પર્શતા છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ 1957માં વન વિભાગની સ્થાપના થઇ હતી. આ સંવેદનશીલ અને વિકટ ડુંગરાળ વિસ્તાર આશરે 71,879 હેક્ટરમાં વિસ્તરેલો છે. પ્રકૃતિના વૈવિધ્યથી સભર આ વન વિસ્તારમાં 23 ટકા ઘન જંગલ, 22 ટકા પુનઃસ્થાપિત (ડીગ્રેડેડ) અને 37 ટકા ખુલ્લું જંગલ છે. અહીં સાગ, બોર, ખેર, સીસમ, ટીમરૂ, ખાખરા, કલમ, મહુડો, ચારોલી, કુસુમ,જેવા આર્થિક મૂલ્ય ધરાવતા વૃક્ષોની સાથે અગણિત ઔષધિય વનસ્પતિઓનું સામ્રાજ્ય પથરાયેલું છે. જંગલના ‘લીલા સોના’ સમાન વાંસના કૌશલ્યને નિખારવા માટે વન વિભાગે વર્ષ 2021-22માં કેવડી ખાતે ‘વાંસ કૌશલ્ય વર્ધન કેન્દ્ર’ કાર્યરત કર્યું. જંગલો માત્ર લાકડું જ નથી આપતા, પરંતુ ‘ઇકોસિસ્ટમ સર્વિસીસ’ પૂરી પાડે છે. 2008-09થી 123 ગામોમાં બીજ રોપાયું, જે આજે વટવૃક્ષ બની ગયું સ્થાનિક સમુદાયના આર્થિક ઉત્થાન માટે વન વિભાગે વર્ષ 2008-09થી ‘સહભાગી વન વિકાસ મંડળીઓ’નું 123 ગામોમાં બીજ રોપ્યું, જે આજે વટવૃક્ષ બની ચૂક્યું છે. વર્ષ 2024-25માં 5 મંડળીઓના 69 સભ્યોએ 2250 કિલો ચારોળીના વેચાણ થકી અંદાજે રૂા.3.13 લાખની આવક મેળવી છે. 35 મંડળીઓએ 1.56 લાખ કિલો સીતાફળનું એકત્રીકરણ કરી રૂા.34.34 લાખથી વધુની આવક મેળવી છે. પ્રધાનમંત્રી વન ધન યોજના અતર્ગત 20 વિકાસ કેન્દ્રોની રચના કરાઈ , જેમાં કુલ 6000 સભ્યો છે. આમ સહભાગી વન મંડળીના સભ્યો ખેતી સાથે વન ગૌણ પેદાશો (ગુંદર, મધ, ગુગળ, મહુડો, કુસુમ, લાખ)નું એકત્રિકરણ અને વેચાણથી આવક પ્રાપ્ત કરે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:રાજ્યભરમાં બાલવાટિકાના 3 લાખ બાળકોના ધો.1માં પ્રવેશ અટવાયા
    Next Article
    કામગીરી:રણમાં વાવાઝોડાથી થયેલા નુકસાનીનો આજથી સર્વે : પ્રથમવાર અગરીયાઓના હાલચાલ પૂછાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment