Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:રણમાં વાવાઝોડાથી થયેલા નુકસાનીનો આજથી સર્વે : પ્રથમવાર અગરીયાઓના હાલચાલ પૂછાશે

    1 week ago

    19મી માર્ચે કચ્છના નાના રણમાં આવેલા વિનાશક વાવાઝોડામાં મીઠું પકવતા અગરીયા સમુદાયની સોલાર પેનલો ફંગોળાવવાની સાથે મીઠા ઉધોગને મોટું નુકશાન સર્જાયું હતું. જે બાદ મીઠું પકવતા અગરિયા સમુદાયને નુકશાનીનો પ્રથમ વખત સર્વે થશે. આવતી કાલથી જિલ્લા ઉધોગ કેન્દ્ર કચેરીનો સ્ટાફ રણમાં ઝુપડે ઝુપડે જઈ મીઠું પકવતા અગરિયાઓને થયેલા નુકશાનનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલાવશે. 19મી માર્ચે વહેલી સવાર છેવાડાના માનવી તરીકે ઓળખાતા ગરીબ અને પછાત અગરીયા સમુદાય માટે એક કાળ બનીને આવી હતી. જેમાં કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા ભીષણ વાવાઝોડાએ રણવિસ્તારમાં રહેતા અગરિયા સમુદાયને મુશ્કેલીમાં મૂકી મોંમાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો છે. વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે આશરે 15થી 20 કરોડ રૂપિયાનું નુકસાન થયાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યો હતો. આ વિનાશક વાવાઝોડાના કારણે મીઠાના ઉત્પાદન માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સોલર વોટર-પમ્પિંગ સિસ્ટમો સ્ટેન્ડ સાથે ઉખડી ગઈ અને ભુક્કો થઈ ગઈ. આ સાથે જ ક્રિસ્ટલાઇઝરમાં પાકેલાં મીઠા પર ધૂળ અને રણની માટીનો થર જમા થતાં હજારો ટન મીઠું ખરાબ થઈ ગયું છે. કચ્છના નાના રણના ખારાઘોડા, ઝીંઝુવાડા, મીઠાગોઢા, નાગબાઈ, ધાંગધ્રા, હળવદ, મોરબી, આડેસર, સાંતલપુર સહિતના વિસ્તારોમાં આપત્તિજનક સ્થિતિ સર્જાઈ છે. અગરીયા સમુદાયની મુખ્ય માંગણીઓ તાત્કાલિક સરકારી સર્વે કરી નુકસાનીનો વાસ્તવિક ખ્યાલ મેળવવો., અસરગ્રસ્ત અગરિયા પરિવારોને તાત્કાલિક રાહત અને કેશ-ડોલ ચૂકવવા., સોલર પેનલો અને મીઠા ઉત્પાદનના સાધનોના પુન:સ્થાપન માટે તાત્કાલિક સહાય પૂરી પાડવી., નર્મદાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો. આજથી જ રણમાં સર્વે કરવામાં આવશે ખારાઘોડા ગ્રામ પંચાયત અને અગરીયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા અને પ્રહલાદભાઈ સહિતના આગેવાનોની રજૂઆત બાદ મે જાતે સરકારમાં વાત કરી છે. એ પ્રમાણે આવતી કાલથી જિલ્લા ઉધોગ કેન્દ્ર કચેરીનો સ્ટાફ રણમાં ઝુપડે ઝુપડે જઈ મીઠું પકવતા અગરિયાઓને થયેલા નુકશાનનો સર્વે કરી રિપોર્ટ તૈયાર કરી સરકારને મોકલાવશે. અને મીઠુ પકવતા અગરિયાઓને સોલાર પેનલમાં જે નુકશાન થયું છે, એ માટે સરકાર દ્વારા ફરી અગરિયાઓને સોલાર પેનલ મળે એની પણ રજૂઆત કરવામાં આવી છે. > પી. કે. પરમાર (ધારાસભ્ય-દસાડા-લખતર )
    Click here to Read More
    Previous Article
    વિશ્વ વન દિવસ વિશેષ:છોટાઉદેપુર જિલ્લાના વનતંત્રમાં ધબકતું ગ્રામીણ અર્થતંત્ર
    Next Article
    Dwarka Crime News | જો તમે રિક્ષામાં મુસાફરી કરવાના છો તો સાવધાન થઇ જજો | Robbery Case | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment