Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓપરેશન મ્યુલ હન્ટ:સાયબર ફ્રોડના આરોપીની પોલીસે અટકાયત કરી

    1 week ago

    પોરબંદર જિલ્લા ખાતે મ્યુલ એકાઉન્ટસનો ડેટા મળેલ, જે મ્યુલ એકાઉન્ટસના ડેટાની તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર તરફથી ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવેલ, જેમાં પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા તથા ડીવાયએસપી ઋતુ રાબાની સુચના મુજબ મ્યુલ એકાઉન્ટસની તપાસ કરતાં SBI બેંક એકાઉન્ટ નં. 41482274761 વિરૂધ્ધમાં અલગ-અલગ રાજય માંથી કૂલ 6 કંપ્લેઇન દાખલ થયેલ હોય, અને રૂા.7,50,000 જેટલી રકમ બેંક એકાઉન્ટમાં આવેલ અને તે જ દિવસે ચેક સહિતના માધ્યમથી KYC ધારક અને સહઆરોપીઓ દ્વારા રકમ ઉપાડી લીધેલ. જેથી તા.14/12ના પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ મથકે સાયબર ફ્રોડનો ગુન્હો દાખલ થયો હતો. બેંક એકાઉન્ટ ધારક તથા સહઆરોપીઓ વિરૂધ્ધ પોલીસે જાતેથી ફરીયાદી બની ગુન્હો દાખલ કર્યો હતો અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. ચૌધરી દ્વારા આ ગુન્હાની તપાસ હાથ ધરી હતી. આ ગુન્હામાં ફરાર મૂળ જૂનાગઢના ભેસાણ ગામનો અને હાલ સુરત રહેતો આરોપી ઉત્સવ ચંદુભાઈ ભેસાણીયાને ઝડપી લઇ અટક કરી છે. અને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા આ આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
    Click here to Read More
    Previous Article
    કીર્તિ મંદિર સંચાલન સમિતિની બેઠક યોજાઈ‎:લાઈટ એન્ડ સાઉન્ડ શો, નવું વાયરીંગ કરવા, નવા સીસીટીવી અને મહેકમ અપગ્રેડેશન કરવા ચર્ચા કરાઈ
    Next Article
    માર્કેટયાર્ડમાં વિવિધ રવિપાકની આવક થઈ:યાર્ડમાં ધાણા, જીરુ,મગફળી, ઘઉં અને ચણાની આવક ઘટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment