Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કીર્તિ મંદિર સંચાલન સમિતિની બેઠક યોજાઈ‎:લાઈટ એન્ડ સાઉન્ડ શો, નવું વાયરીંગ કરવા, નવા સીસીટીવી અને મહેકમ અપગ્રેડેશન કરવા ચર્ચા કરાઈ

    1 week ago

    પોરબંદરના કલેકટર કચેરી ખાતે પ્રભારીમંત્રી અને કેબિનેટમંત્રીની ઉપસ્થિતિમાં કીર્તિ મંદિર સંચાલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં કીર્તિમંદિર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો, નવું વાયરીંગ કરવા, સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા, નવા સીસીટીવી અને મહેકમ અપગ્રેડેશન કરવા ચર્ચા કરાઈ હતી. પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અધ્યક્ષ સ્થાને અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી પોરબંદર ખાતે કીર્તિ મંદિર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિર ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે સુચારૂ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાનો અને પ્રવાસન લક્ષી પ્રશ્નોનો ત્વરિત નિકાલ લાવવાનો હતો. આ બેઠક દરમ્યાન કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્યો દ્વારા વિવિધ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા જેની મંત્રી દ્વારા નોંધ લઈને ત્વરિત નિરાકરણ માટે હકારાત્મક અભિગમ દાખવ્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મનપા કમિશનર હસમુખ પ્રજાપતિ, પ્રભારી મંત્રીના અંગત સચિવ જે.બી. વદર, નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, કીર્તિમંદિર સંચાલન સમિતિના સભ્ય સચિવ સંદીપ જાદવ અને જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર સહિત અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કીર્તિ મંદિર સંચાલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કીર્તિ મંદિરના વિકાસના વિવિધ પાસાઓ પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કઈ કઈ બાબતે ચર્ચા કરાઈ બેઠક દરમિયાન ખાસ કરીને કીર્તિ મંદિર પરિસરમાં આધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવા, નવું વાયરીંગ કરવા, સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા, નવા સીસીટીવી અને મહેકમ (સ્ટાફ) લાઈબ્રેરી અપગ્રેડેશન સંબંધી બાબતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગત વર્ષના હિસાબોની બહાલી, સુધારા બજેટને બહાલી, ઓડિટ રિપોર્ટ, પરિસરમાં આવેલા ગાંધી હાટમાં નવી વસ્તુઓનો સમાવેશ કરી તેને વધુ આકર્ષક બનાવવા ચર્ચા કરાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    કીર્તિમંદિરના મુલાકાતીઓને હાલાકી:કીર્તિમંદિરમાં શૌચાલયને તાળા, પ્રવાસીઓ વિઝીટ બુકમાં સમસ્યા લખી રોષ વ્યકત કર્યો
    Next Article
    ઓપરેશન મ્યુલ હન્ટ:સાયબર ફ્રોડના આરોપીની પોલીસે અટકાયત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment