Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કીર્તિમંદિરના મુલાકાતીઓને હાલાકી:કીર્તિમંદિરમાં શૌચાલયને તાળા, પ્રવાસીઓ વિઝીટ બુકમાં સમસ્યા લખી રોષ વ્યકત કર્યો

    1 week ago

    પોરબંદરના રાષ્ટ્રીય સ્મારક એવા કીર્તિમંદિર ખાતે સોચાલય બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે આ શૌચાલય તૈયાર થઈ ગયા બાદ તાળા લગાવી દેવામાં આવતા અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. જેથી આ પ્રવાસીઓ પોતાનો રોષ વિઝીટ બુકમાં સમસ્યા લખી વ્યકત કરી રહ્યા છે પોરબંદર શહેરમાં અનેક પ્રવાસન સ્થળો આવેલ છે. આ પ્રવાસન સ્થળો પર દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ કીર્તિમંદિર આવેલ છે.રાષ્ટ્રીય સ્મારક એવા કીર્તિમંદિર ખાતે દિવસ દરમ્યાન દેશ વિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે આ રાષ્ટ્રીય સ્મારકના પટાંગણમાં રહેલ જર્જરીત શૌચાલય બ્લોક દૂર કરી નવું સોચાલય બ્લોક બનાવવામાં આવ્યા છે. આ આ શૌચાલય બ્લોક તૈયાર થઈ ગયા બાદ કોઈ કારણોસર સોચાલય બ્લોકને તાળા લગાવી દેવામાં આવતા અહીં આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જેથી પ્રવાસીઓ દ્વારા તેમની સમસ્યા રોષભેર વિઝીટ બુકમાં વ્યક્ત કરી રહ્યા છે.આ શૌચાલય બંધ હોવાથી દિવસ દરમ્યાન આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. નામ બડે ઓર દર્શન છોટે અમે લોકો અમદાવાદ થી ગાંધી જન્મ સ્થળ જોવા આવ્યા પણ વૉશરૂમની પણ સુવિધા ન હતી,બંધ હતું,અમારા ઘરના અને સાથે આવેલ બધા લોકો વૉશરૂમ માટે બોવ હેરાન થયા. > હિમાંશુ જોશી,પ્રવાસી
    Click here to Read More
    Previous Article
    દરિયાકાંઠે કરાયું સઘન પેટ્રોલિંગ:ગોરસરથી માધવપુર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું
    Next Article
    કીર્તિ મંદિર સંચાલન સમિતિની બેઠક યોજાઈ‎:લાઈટ એન્ડ સાઉન્ડ શો, નવું વાયરીંગ કરવા, નવા સીસીટીવી અને મહેકમ અપગ્રેડેશન કરવા ચર્ચા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment