Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરિયાકાંઠે કરાયું સઘન પેટ્રોલિંગ:ગોરસરથી માધવપુર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું

    1 week ago

    સામાન્ય પરિસ્થિતિ દરમિયાન યોગ્ય તકેદારી રાખવામાં આવે તો આતંકવાદી જેવી કટોકટીપૂર્ણ પરિસ્થિતિથી બચી શકાય છે અને બાદમાં સર્જાતા તણાવપૂર્ણ માહોલમાંથી પણ પસાર થવું ન પડે તે હેતુસર પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. એ.ટી.એસ અમદાવાદના અધિક પોલીસ મહાનિર્દેશક એ.કે. વિશ્વકર્મા, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનીયા તથા હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ મરીન સેક્ટર કમાન્ડર કચેરી પોરબંદરના અધિકારી આર.એન. ઝાલા અને એ.એસ. વદરની આગેવાનીમાં મરીન કમાન્ડો તથા અસોલ્ટ ડોગ સાથે અલગ-અલગ હીટ ટીમો બનાવી ગોરસરથી માધવપુર ગામ તેમજ આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સમુદ્ર માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સંભવિત ઘુસણખોરી પર નજર રાખવી, નિર્જન દરિયાકિનારાની ઝાડીઓમાં છુપાયેલી શંકાસ્પદ વસ્તુઓ અથવા વ્યક્તિઓની તપાસ કરવી તેમજ સ્થાનિક માછીમારો અને સાગરખેડુઓને દરિયાઈ સુરક્ષા અંગે જાગૃત કરવાના ઉદેશ્ય સાથે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દુરબીનથી દૂર દેખાતી શંકાસ્પદ બોટ અને હિલચાલ પર પણ નજર રાખવામાં આવી હતી. ઉપરાંત ગોરસરથી માધવપુર અને ગોસાબારા થી ટુકડા ગામ સુધીના દરિયાઈ વિસ્તારોમાં આવેલા અવાવરૂ સ્થળોની ઝીણવટપૂર્વક ચકાસણી હાથ ધરાઈ હતી. આ કામગીરીથી દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર સમયસર કાબૂ મેળવી શકાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મામલતદાર દ્વારા હોટેલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી:શહેરના તુલસી પાર્સલ પોઇન્ટ અને નેશનલ રેસ્ટોરન્ટમાંથી ઘરેલુ સિલિન્ડર ઝડપાયા
    Next Article
    કીર્તિમંદિરના મુલાકાતીઓને હાલાકી:કીર્તિમંદિરમાં શૌચાલયને તાળા, પ્રવાસીઓ વિઝીટ બુકમાં સમસ્યા લખી રોષ વ્યકત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment