Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મામલતદાર દ્વારા હોટેલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી:શહેરના તુલસી પાર્સલ પોઇન્ટ અને નેશનલ રેસ્ટોરન્ટમાંથી ઘરેલુ સિલિન્ડર ઝડપાયા

    1 week ago

    પોરબંદર શહેરમાં હાલ ગેસના કોમર્શિયલ સિલિન્ડરની અછત છે ત્યારે અમુક રેસ્ટોરન્ટમાં તેમજ પાર્સલ પોઇન્ટમાં ઘરેલુ સિલિન્ડરનો ઉપયોગ થતો હોવાથી પોરબંદરના સીટી મામલતદાર દ્વારા શહેરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન શહેરના તુલસી પાર્સલ પોઇન્ટ અને નેશનલ રેસ્ટોરન્ટમાંથી ઘરેલુ સિલિન્ડર ઝડપાતા મામલતદાર દ્વારા કાર્યવાહી કરી હતી. પોરબંદર શહેરમાં હાલ ઘરેલુ ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે તો હાલ કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું વિતરણ પણ બંધ છે ત્યારે હાલ કોમર્શિયલ ગેસના સિલિન્ડર વિતરણ બંધ હોવાથી અમુક ખાણીપીણીના વેપારીઓ દ્વારા ઘરેલુ સિલિન્ડરનો વપરાશ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી જેથી પોરબંદર સીટી મામલતદાર સહિતની ટીમ દ્વારા પોરબંદર શહેરમાં અલગ અલગ ખાણીપીણીના વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમ્યાન પોરબંદરના સુદામા ચોક નજીક આવેલ નેશનલ રેસ્ટોરન્ટ તેમજ રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ તુલસી પાર્સલ પોઇન્ટમાં ઘરેલુ ગેસના સિલિન્ડરનો ઉપયોગ કરતા હોવાથી આ ટીમ દ્વારા આ બંને ખાણીપીણીના વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મહિલા સામાજિક કાર્યકરે કરી‎ રજૂઆત:પોરબંદરથી દિલ્હી સરાઇરોહિલા થઈને મથુરા સુધી ટ્રેન લંબાવો
    Next Article
    દરિયાકાંઠે કરાયું સઘન પેટ્રોલિંગ:ગોરસરથી માધવપુર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment