Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માહિતી આયોગે કરી કાયદાનું પાલન કરવાની ટકોર:કાયદાની અવગણના મામલે ચલાલા સીટી સર્વે કચેરીને માહિતી આયોગનો ઠપકો

    1 week ago

    એડવોકેટ શાંતિલાલ એમ. રાઠોડે મે 2025 દરમિયાન ચલાલા સીટી સર્વે કચેરી પાસે મિલકત સંબંધિત માહિતી મેળવવા માટે માહિતી અધિકાર હેઠળ અરજી કરી હતી. નિયમ મુજબ જાહેર માહિતી અધિકારી દ્વારા નક્કી કરેલી સમયમર્યાદામાં માહિતી આપવી ફરજિયાત છે. પરંતુ અરજી બાદ પણ કચેરી તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. પ્રથમ અપીલના આદેશનું પણ પાલન નહીં માહિતી ન મળતા અરજદારે પ્રથમ અપીલ દાખલ કરી હતી. પ્રથમ અપીલ અધિકારીએ અરજદારે માંગેલી માહિતી આપવા માટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો, છતાં કચેરી દ્વારા તે આદેશનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું. જેના કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો. અંતે અરજદારે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર સમક્ષ બીજી અપીલ દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન આયોગે નોંધ્યું કે અરજદારે માંગેલી માહિતી આપવાથી વંચિત રાખવી અને ઉપરી અધિકારીના આદેશની અવગણના કરવી એ શિસ્તભંગ સમાન બાબત છે. આયોગે જવાબદાર અધિકારીઓને કડક ટકોર કરીને કાયદાનું પાલન કરવાની ચેતવણી આપી હતી. આ મામલો માત્ર એક અરજદાર માટે ન્યાય મેળવવાનો પ્રસંગ નથી, પરંતુ માહિતી અધિકાર કાયદાની અસરકારકતા અને નાગરિકોની જાગૃતિનું ઉદાહરણ પણ છે. માહિતી આયોગના આ આદેશથી અન્ય સરકારી કચેરીઓને પણ કાયદાનું પાલન કરવા માટે સંદેશ મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મીની વાવાઝોડાએ સર્જી તારાજી:ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી, વંડા પોલીસે રોડ ખુલ્લો કરાવ્યો
    Next Article
    ભાસ્કર વિશેષ:સાવરકુંડલામાં કમોસમી વરસાદની માર વચ્ચે 70 પરિવારોને ગેબી વાજીંત્ર તરફથી ભોજન સેવા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment