Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીની વાવાઝોડાએ સર્જી તારાજી:ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી, વંડા પોલીસે રોડ ખુલ્લો કરાવ્યો

    1 week ago

    સાવરકુંડલાથી જેસર, પાલીતાણા, ગારીયાધાર હાઇવે રોડ પર ગઈકાલે ભારે પવનના કારણે સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના પાટિયા પાસે વૃક્ષો ધરાશાયી થતા વંડા પોલીસે રોડ ખુલ્લો કરાવ્યો હતો. સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જેસર રોડ પર સેંજળ ગામ નજીક અચાનક ગઈકાલે બદલાયેલા વાતાવરણના કારણે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન રસ્તા કિનારે આવેલા વૃક્ષો પવનના કારણે મૂળ સહિત ઉખડીને રોડ પર પડી જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો માટે મુશ્કેલીજનક પરિસ્થિતિ ઉભી થઈ હતી અને થોડા સમય માટે ટ્રાફિક અટકી ગયો હતો. ઘટનાની જાણ થતા જ વંડા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી હતી. વંડા પોલીસ કર્મચારીઓ અને સેંજળ ગામના સરપંચ નરેશભાઈ ખુમાણ, યુવા અગ્રણી અનિરુદ્ધભાઈ ખુમાણ સહિતના ગ્રામજનોને સાથે રાખી વૃક્ષોના મોટા ડાળખાં કાપવા અને તેને રોડ પરથી હટાવવા માટે મદદ લેવામાં આવી હતી. પોલીસ અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોથી ખૂબ જ ટૂંકા સમયમાં રસ્તો સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે અટકેલો વાહન વ્યવહાર ફરીથી સામાન્ય થયો હતો.
    Click here to Read More
    Previous Article
    CMને રજૂઆત:શાળાઓનું ખાનગીકરણ, આઉટસોર્સિંગ કરાતાં રાષ્ટ્રીય શૈક્ષિક સંગઠનનો વિરોધ
    Next Article
    માહિતી આયોગે કરી કાયદાનું પાલન કરવાની ટકોર:કાયદાની અવગણના મામલે ચલાલા સીટી સર્વે કચેરીને માહિતી આયોગનો ઠપકો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment