Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહારાષ્ટ્ર રાજકારણમાં ગરમાવો:ઠગબાબા સાથે ચાકણકરના સંબંધને લઈને થયેલા વિવાદમાં રાષ્ટ્રવાદીએ પણ ઝંપલાવ્યું

    1 week ago

    મંત્રતંત્રની વિદ્યા, જ્યોતિષ વિદ્યાને નામે મહિલાઓ પર જાતીય અત્યાચારના કેસમાં ધરપકડ કરાયેલા મર્ચન્ટ નેવીમાંથી નિવૃત્ત થયેલા અશોક ખરાત જોડેનો ફોટો વાઈરલ થયા પછી રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરની તકલીફ વધી રહી છે. અગાઉ શિવસેના ઠાકરે જૂથ અને કોંગ્રેસ દ્વારા આવા ઠગબાબા સાથે સંબંધ માટે ચાકણકરની આકરી ટીકા કરવામાં આવી હતી અને રાજીનામાની જોરદાર માગણી કરવામાં આવી હતી, પરંતુ હવે સત્તાધારી રાષ્ટ્રવાદી કોંગ્રેસે પણ આમાં ઝંપલાવ્યું છે. એનસીપીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પ્રફુલ પટેલે સ્પષ્ટ જણાવ્યું છે કે, તપાસમાં જે પણ લોકોનાં નામ આવશે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાશિક પોલીસે ઠગબાબા અશોક ખરાતની ધરપકડ કરી છે. આરોપ છે કે તેણે ઘણી મહિલાઓને ઘેનની દવા પિવડાવી જાતીય શોષણ કર્યું હતું. કોર્ટે તેને 24 માર્ચ સુધી પોલીસ કસ્ટડી આપી છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.આ દરમિયાન, રૂપાલી ચાકણકરનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થયો છે, જેમાં તેઓ ખરાતના પગની પૂજા કરતા દેખાઈ રહ્યા છે. ઉપરાંત, બંને વચ્ચેના નજીકના સંબંધોને લઈને પણ અનેક ફોટો સામે આવ્યા છે, જેના કારણે આવા મહત્ત્વપૂર્ણ હોદ્દા પરની વ્યક્તિ જાતીય અત્યાચાર કરનાર સાથે સંબંધ ધરાવવા માટે ચાકણકર પર ટીકાઓ કરવામાં આવી રહી છે અને તેમના રાજીનામાની માગણી ઉગ્ર બની રહી છે. ઠાકરે જૂથનાં નેતા સુષ્મા અંધારેએ ચાકણકર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો કે ચાકણકર તંત્રમંત્ર જેવી પ્રવૃત્તિઓમાં સંકળાયેલાં હતાં અને ખરાત સાથે તેમના ઘરેલુ સંબંધો હતા. આ આરોપોને કારણે રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે. બીજી તરફ, એનસીપીના પ્રદેશ પ્રમુખ સુનીલ તટકરેએ આ મુદ્દે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. મહાડ ખાતે એક કાર્યક્રમ બાદ પત્રકારોના પ્રશ્નો સામે તેઓ અસ્વસ્થ દેખાયા અને કહ્યું કે યોગ્ય સમયે જ આ મુદ્દે બોલશે. આ સમગ્ર પ્રકરણને પગલે એનસીપી પર આંતરિક અને બાહ્ય દબાણ વધ્યું છે. પ્રફુલ્લ પટેલના નિવેદન બાદ, હવે રૂપાલી ચાકણકર સામે પાર્ટી સ્તરે કાર્યવાહી થવાની શક્યતા તેજ બની છે. તપાસ આગળ વધતાં આ કેસમાં વધુ રાજકીય નામો સામે આવવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. ઠગબાબા બદલી- બઢતીઓ કરાવતો દરમિયાન શિવસેના ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે શુક્રવારે ગંભીર આરોપ લગાવ્યા. તેમણે જણાવ્યું કે દીપક કેસરકર શિક્ષણ મંત્રી હતા ત્યારે અશોક ખરાતની ભલામણથી શિક્ષણ ખાતામાં સર્વ બદલીઓ અને બઢતીઓ થતી હતી. આ કામ માટે ખરાત અનેક વાર તળ મુંબઈમાં ટ્રાઈડેન્ટ હોટેલમાં મુકામ કરતો હતો. આ આરોપને કારણે સત્તાધારીઓ પર દબાણ વધવાની શક્યતા છે. દરમિયાન ચાકણકર ખરાતની પાદ્યપૂજા કરતી હોય તેના સહિત અનેક ફોટો શુક્રવારે વાઈરલ થયા હતા. અંજલી દમણિયા, રૂપાલી પાટીલ- ઠોંગરેએ પણ આ વિવાદમાં ઝંપલાવતાં ચાકણકરના રાજીનામાની માગણી કરી છે. 58 વાંધાજનક વિડિયોની તપાસ 2022માં એક 35 વર્ષીય મહિલા પતિનું ભવિષ્ય જાણવા માટે ખરાત પાસે આવી હતી. પોતાની પાસે દૈવી શક્તિ છે એવો ખોટો દાવો કરીને તારા પતિનું મૃત્યુ થશે એવો ડર બતાવીને બે વર્ષ સુધી મહિલાનું જાતીય શોષણ કર્યું હતું. તેના નાશિકના કર્મયોગીનગરમાં તેના બંગલામાંથી સરકારવાડા પોલીસે અટકમાં લીધો હતો. મોટા નેતાઓ સહિત સેલિબ્રિટીઓનું ભવિષ્ય કહેનારા આરોપીના બંગલામાં તલાશીમાં એક પેન ડ્રાઈવ મળી છે, જેમાં 58 વાંધાજનક વિડિયો મળી આવ્યા છે, જેની પણ સઘન તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બાબા અશોક ખરાત કેસ:અશોક ખરાત સાથે સંબંધ બાદ વિવાદ ઉગ્ર બનતાં ચાકણકરને હટાવી દેવાયાં
    Next Article
    CMને રજૂઆત:શાળાઓનું ખાનગીકરણ, આઉટસોર્સિંગ કરાતાં રાષ્ટ્રીય શૈક્ષિક સંગઠનનો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment