Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અગરબત્તી પણ ડુપ્લીકેટ.!:રાજકોટમાંથી ડુપ્લીકેટ અગરબત્તી બનાવતા બે કારખાનેદાર સામે કોપી રાઈટ એકટ હેઠળ ગુનો નોંધાયો

    6 days ago

    રાજકોટ શહેરના કોઠારીયા સોલ્વન્ટમાંથી ડુપ્લીકેટ અગરબત્તી બનાવતું કારખાનું પકડાતા ચકચાર મચી જવા પામી છે. વર્ધમાન ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં આવેલ ભગવતી એન્ટરપ્રાઇઝમાં શ્રી ડેંગ્યુ કિલર હર્બલ નામની અગરબત્તી કંપનીની ડુપ્લીકેટ સુપર ડેંગ્યુ કિલર હર્બલ અગરબત્તી બનતી હોવાની કંપનીને જાણ થતાં પોલીસને સાથે રાખી દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી પોલીસે 25,600નો મુદામાલ જપ્ત કરી બે કારખાનેદાર સામે કોપી રાઈટ એકટ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ મહારાષ્ટ્રના થાણેના વતની અને રાજકોટના પડધરીના ડુંગરકા ગામ ખાતે આવેલ શ્રી ઇસેન્સ સ્ટીક નામની અગરબતી બનાવતી કંપનીમાં ઇન્વેસ્ટીગેશન ઓફીસ તરીકે નોકરી કરતા પ્રમોદભાઈ રવીભાઈ સોનાર (ઉ.વ.43)એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં રસિક સવજી સરધારા અને નારણ જસમત મારકણા સામે નોંધાવેલી કોપીરાઈટ ભંગની ફરિયાદમાં જણાવ્યું હતું કે, શ્રી ઇસેન્સ સ્ટીકનું શ્રી ડેંગ્યુ કિલર હર્બલ ઇસેન્સ સ્ટીક નામની અગરબતીનુ કોઈ વ્યકિત ગેરકાયેદસર રીતે બનાવટ કે ઉત્પાદન કે વેચાણ કરે તો તેવા વ્યકિત ઉપર કાયદેસર કાર્યવાહી કરવા કંપનીના માલીક સંકેતભાઈ વિરજીભાઇ દેત્રોજાએ પાવર ઓફ એટર્ની દ્રારા સત્તા આપી છે. કંપનીના જયદીપભાઈ ભટ્ટી પોતાની ફરજના ભાગ રૂપે કંપની વતી કોપીરાઇટ હકકોના ભંગ કરતા વેપારીઓ બાબતે રાજકોટ શહેર ખાતે તપાસમાં આવતા રાજકોટ કોઠારીયા સોલવન્ટ પ્લોટ નં.32 આર.કે. પ્લાસ્ટીકની સામે વર્ધમાન ઇન્ડસ્ટ્રી એરીયા કોઠારીયા ખાતે ભગવતી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કંપનીની પ્રોકડટની ડુપ્લીકેટ પ્રોડકટનુ વેચાણ થાય છે તેવી હકીકત મળતાં ગઈકાલે ફરીયાદી આધાર પુરાવાઓ સાથે આજીડેમ પોલીસ સ્ટેશનને રૂબરૂ મળી જાણ કરી હતી. જે બાદ પોલીસની ટીમ સાથે કોઠારીયા સોલ્વન્ટ પ્લોટ નંબર 32 આર.કે. પ્લાસ્ટીકની સામે વર્ધમાન ઇન્ડસ્ટ્રી એરીયામાં આવેલ ભગવતી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં દરોડો પાડ્યો હતો. કારખાનાના શેડમાં કારીગરો અગરબતી બોકસમાં મુકી પેકીંગ કરવાનુ કામ કરતા હતા ત્યારે બે વ્યક્તિને કારખાના માલીક બાબતે પુછતા તેઓ કારખાનાના ભાગીદારો અને તેમનું નામ રસીક સવજી સરધારા (ઉ.વ.50) અને સાથેનાએ નારણ જસમત મારકણા (ઉ.વ.60) હોવાનુ જણાવ્યું હતું જે બાદ કારખાના વાળા શેડમાં જોતા અલગ અલગ કારીગરો કોથળીમાં અગરબતી પેકીંગ કરી ને બોકસમાં મુકતા જોવા મળ્યા હતા. બોકસની તપાસ કરતા શ્રી ડેંગ્યુ કિલર હર્બલ ઇસેન્સ સ્ટીકના બોકસ જેવા જ સુપર ડેંગ્યુ કિલર હર્બલ ઇન્સેન્સ સ્ટીકના નામ વાળા ડુપ્લીકેટ બોકસમાં પેકીંગ કરતા જોવામાં આવ્યા હતાં. જેથી પોલીસે સુપર ડેંગ્યુ કિલર હર્બલ ઇન્સેન્સના ખાલી બોક્સ 1400 રૂ.5600, સીલીંગ મશીન નંગ 1 રૂ.8000, પ્લાસ્ટકીની કોથળીમાં અગરબતી ભરેલ પેકેટ કૂલ નંગ 480 રૂ.12,000 મળી કુલ રૂ.25600નો જથ્થો કબ્જે કરી આજીડેમ પોલીસે વધું તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કોડીનારમાં બિનઆરોગ્યપ્રદ ગોળનો જથ્થો ઝડપાયો:પોલીસે 994 કિલો ₹36,800નો ગોળ જપ્ત કરી નાશ કર્યો, 52 ડબ્બામાંથી નમૂનાઓ લેવાયા
    Next Article
    હિંમતનગરમાં હાથમતી ઓવરબ્રિજ પરથી કૂદી યુવતીનો આપઘાતનો પ્રયાસ:એક યુવકે યુવતીને બચાવી, સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment