Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોડીનારમાં બિનઆરોગ્યપ્રદ ગોળનો જથ્થો ઝડપાયો:પોલીસે 994 કિલો ₹36,800નો ગોળ જપ્ત કરી નાશ કર્યો, 52 ડબ્બામાંથી નમૂનાઓ લેવાયા

    6 days ago

    કોડીનાર શહેરમાં બિનઆરોગ્યપ્રદ ગોળનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે “જંગલેશ્વર ટ્રેડર્સ”ના ગોડાઉન પર દરોડો પાડી ₹36,800ની કિંમતના ગોળના ડબ્બા જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. આ કાર્યવાહીથી ગીર સોમનાથ જિલ્લામાં ખાદ્ય સુરક્ષાને લઈને પોલીસ તંત્રની સક્રિયતા જોવા મળી છે. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઉચ્ચ અધિકારીઓની સૂચના હતી કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મળેલ બાતમીના આધારે, કોડીનાર પોલીસ સ્ટેશનના સ્ટાફે ફૂડ સેફટી ઓફિસર સાથે મળીને કોડીનાર બસ સ્ટેશન પાછળ આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન, ગોળના કુલ 91 ડબ્બા મળી આવ્યા હતા. ફૂડ સેફટી અધિકારી દ્વારા ચકાસણી કરતાં તેમાંથી 39 ડબ્બામાં રહેલો ગોળ બિનઆરોગ્યપ્રદ જાહેર કરવામાં આવ્યો હતો. આ બિનઆરોગ્યપ્રદ ગોળનું કુલ વજન આશરે 994.5 કિલો હતું. તાત્કાલિક અસરથી આ જથ્થો કોડીનાર ડમ્પિંગ યાર્ડ ખાતે લઈ જઈ નાશ કરવામાં આવ્યો હતો. બાકીના 52 ડબ્બામાંથી ગોળના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં છાછર ગામના મથુરભાઈ અમૃતલાલ જોષી (ઉંમર 37)નું નામ સામે આવ્યું છે. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં ખોરાકમાં ભેળસેળ અને નકલી ખાદ્ય પદાર્થો સામે પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ સીઝન-2ની મેચ વડોદરામાં રમાશે:કોટંબી સ્ટેડિયમમાં સચિન તેંડુલકરથી લઈને સંગાકારા જેવા લેજન્ડરી ક્રિકેટરો ફરી રમતા જોવા મળશે
    Next Article
    અગરબત્તી પણ ડુપ્લીકેટ.!:રાજકોટમાંથી ડુપ્લીકેટ અગરબત્તી બનાવતા બે કારખાનેદાર સામે કોપી રાઈટ એકટ હેઠળ ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment