Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં હાથમતી ઓવરબ્રિજ પરથી કૂદી યુવતીનો આપઘાતનો પ્રયાસ:એક યુવકે યુવતીને બચાવી, સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ

    6 days ago

    હિંમતનગર-ઈડર રોડ પર આવેલા હાથમતી ઓવરબ્રિજ પરથી શુક્રવારે સાંજે એક યુવતીએ અગમ્ય કારણોસર છલાંગ લગાવી હતી. આ ઘટનાને પગલે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટના સમયે બાઇક પર પસાર થઈ રહેલા એક યુવકે યુવતીને પુલ પરથી પડતી જોઈ હતી. તેણે તાત્કાલિક મહેતાપુરા બેઠા પુલ પરથી નીચે પહોંચી યુવતીને પાણીમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. યુવતીને બચાવ્યા બાદ તરત જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતીને તાત્કાલિક સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, છલાંગ લગાવનાર યુવતી હિંમતનગરના બ્રહ્માણીનગર આસપાસના વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અગરબત્તી પણ ડુપ્લીકેટ.!:રાજકોટમાંથી ડુપ્લીકેટ અગરબત્તી બનાવતા બે કારખાનેદાર સામે કોપી રાઈટ એકટ હેઠળ ગુનો નોંધાયો
    Next Article
    Legendary Actor And Martial Arts Master Chuck Norris Dies At 86

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment