Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના શનાળા ગામે સ્પીડ બ્રેકર મુદ્દે વિરોધ:જૂના સ્પીડ બ્રેકર હટાવી નવા પ્લાસ્ટિકના મુકાતા ગ્રામજનોનો રોષ, ચક્કાજામના દૃશ્યો સર્જાયા

    6 days ago

    મોરબી-રાજકોટ હાઈવે પર આવેલા શનાળા ગામ પાસે ગ્રામજનોએ શુક્રવારે સાંજે ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ નવા પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર મુકવાના કારણે થયો હતો. ગ્રામજનો જૂના મોટા સ્પીડ બ્રેકર ફરીથી મુકવાની માંગ કરી રહ્યા છે. અગાઉ શનાળા ગામ પાસે અવારનવાર ટ્રાફિકજામ અને અકસ્માતો થતા હતા. આથી, કોઈપણ નિયમ વગરના ઊંચી સાઈઝના સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા તંત્ર દ્વારા આ જૂના સ્પીડ બ્રેકર તોડી નાખવામાં આવ્યા હતા અને તેની જગ્યાએ નિયમ મુજબના પ્લાસ્ટિકના નાના સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા હતા. જોકે, આ નવા સ્પીડ બ્રેકર નાના હોવાથી બાઇક, સ્કૂટર, કાર, ટ્રક સહિતના વાહનો ઓવરસ્પીડમાં પસાર થાય છે. આના કારણે શનાળા ગામે આવેલા શક્તિ માતાજીના મંદિરે જતા ભક્તો તેમજ શાળામાં આવતા-જતા બાળકો માટે અકસ્માતનો ભય વધ્યો છે. આથી, ગ્રામજનોએ શુક્રવારે સાંજે 6:30 વાગ્યાના અરસામાં મોરબી-રાજકોટ હાઈવે પર ચક્કાજામ કરીને અગાઉ જેવા મોટા સ્પીડ બ્રેકર ફરીથી મુકવાની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    દ્વારકામાં સિંધી સમાજે ચેટીચાંદ મહોત્સવ ઉજવ્યો:ભજન-કીર્તન, ભંડારા અને ભવ્ય જુલુસનું આયોજન
    Next Article
    26 સપ્તાહ પ્રગ્નેન્ટ 15 વર્ષીય પીડિતાને ગર્ભપાતની મંજૂરી:મેડિકલ ઓપિનિયન બાદ હાઈકોર્ટના સરકારી હોસ્પિટલને નિર્દેશ, ત્રણ વર્ષમાં 25 સગીરાએ ગર્ભપાત કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment