Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    26 સપ્તાહ પ્રગ્નેન્ટ 15 વર્ષીય પીડિતાને ગર્ભપાતની મંજૂરી:મેડિકલ ઓપિનિયન બાદ હાઈકોર્ટના સરકારી હોસ્પિટલને નિર્દેશ, ત્રણ વર્ષમાં 25 સગીરાએ ગર્ભપાત કરાવ્યો

    6 days ago

    સુરેન્દ્રનગરની આશરે 15 વર્ષીય સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સગીરા એક દુષ્કર્મ પીડીતા છે. જે સંદર્ભે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં આરોપી સામે સુરેન્દ્રનગરના મૂળી પોલીસ મથકે અને BNS અને પોક્સોની ધારાઓ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્રણ વર્ષમાં 25 સગીરાએ ગર્ભપાત કરાવ્યો. રીપોર્ટ મુજબ 26 સપ્તાહનો ગર્ભ અને સગીરાનું સ્વાસ્થ્ય સારું છે સગીરાની ગર્ભપાતની અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલને તેની મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતાં. જેના રીપોર્ટ મુજબ સગીરાને 26 સપ્તાહનો ગર્ભ છે અને તેનું સ્વાસ્થ્ય સારું છે. હાઇકોર્ટે સગીરાના ગર્ભપાત માટે મંજૂરી આપી મેડિકલ રીપોર્ટ સકારાત્મક આવતા ગુજરાત હાઇકોર્ટે સગીરાના ગર્ભપાત માટે સરકારી હોસ્પિટલને નિર્દેશ આપ્યા છે. સાથે જ હાઇકોર્ટે સગીરાના ગર્ભના DNA તપાસ અધિકારીને સોંપવા આદેશ આપ્યા છે. બાળકને મેડિકલ ફેસીલીટી ઉપલબ્ધ કરાશે સગીરાની ઉપર સર્જરી પહેલા તેને સર્જરી અંગે માહિતગાર કરાશે અને સર્જરીમાં રહેલા જોખમ અંગે તેની બાહેંધરી લેવામાં આવશે.જો બાળક જીવિત જન્મે તો તેને તમામ પ્રકારની મેડિકલ ફેસીલીટી ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો સગીરા બાળક રાખવા માનતી ન હોય તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરવાની રહેશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના શનાળા ગામે સ્પીડ બ્રેકર મુદ્દે વિરોધ:જૂના સ્પીડ બ્રેકર હટાવી નવા પ્લાસ્ટિકના મુકાતા ગ્રામજનોનો રોષ, ચક્કાજામના દૃશ્યો સર્જાયા
    Next Article
    ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ સીઝન-2ની મેચ વડોદરામાં રમાશે:કોટંબી સ્ટેડિયમમાં સચિન તેંડુલકરથી લઈને સંગાકારા જેવા લેજન્ડરી ક્રિકેટરો ફરી રમતા જોવા મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment