Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં સિંધી સમાજે ચેટીચાંદ મહોત્સવ ઉજવ્યો:ભજન-કીર્તન, ભંડારા અને ભવ્ય જુલુસનું આયોજન

    6 days ago

    દ્વારકામાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સિંધી સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. આ મહોત્સવ સિંધી સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિક છે. મહોત્સવની શરૂઆત સવારે ભજન-કીર્તન સાથે થઈ હતી. ત્યારબાદ ભંડારાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ લીધો હતો. દિવસભર મંદિર પરિસરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક વાતાવરણ છવાયેલું રહ્યું હતું. સાંજે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ જુલુસ દ્વારકાના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જુલેલાલ મંદિર ખાતે પહોંચ્યું હતું, જ્યાં પૂજા-અર્ચના સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનોએ ચેટીચાંદના મહત્વ વિશે માહિતી આપી હતી. તેમણે સમાજમાં એકતા, ભાઈચારો અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિ અને આનંદના માહોલમાં સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે NATO દેશોને કાયર ગણાવ્યા:કહ્યું- અમેરિકા વિના તેઓ 'કાગનો વાઘ', યુદ્ધ સાથ નથી આપ્યો તેને યાદ રાખીશું
    Next Article
    મોરબીના શનાળા ગામે સ્પીડ બ્રેકર મુદ્દે વિરોધ:જૂના સ્પીડ બ્રેકર હટાવી નવા પ્લાસ્ટિકના મુકાતા ગ્રામજનોનો રોષ, ચક્કાજામના દૃશ્યો સર્જાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment