Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફાઈ કામદારોની સુરક્ષા માટે સુરત મ્યુ. કોર્પોરેશનની પહેલ:મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર સખત પ્રતિબંધ, હવે ડ્રેનેજ સફાઈ માટે મશીનરીનો ઉપયોગ અને તાલીમ પર ભાર

    6 days ago

    સુરત શહેરને સ્વચ્છ અને સુરક્ષિત બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં ખાનગી સોસાયટીઓ, ફાર્મ હાઉસ અને ઇન્ડસ્ટ્રીઝમાં ડ્રેનેજ લાઇન કે મશીન હોલની સફાઈ દરમિયાન થતા જીવલેણ અકસ્માતોને અટકાવવા માટે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાઓને ધ્યાને રાખીને હવેથી મેન્યુઅલ સ્કેવેન્જિંગ (માણસો દ્વારા ગટરની સફાઈ) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સાથે આધુનિક મશીનરી અને તાલીમબદ્ધ એજન્સીઓ દ્વારા જ કામગીરી કરાવવાની અપીલ કરવામાં આવી છે. 94 ખાનગી સંસ્થાઓને આધુનિક પદ્ધતિઓ વિશે માહિતગાર કરાશે સુરત મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર ગટર સફાઈની કામગીરીમાં જોડાયેલા અસંગઠિત કામદારો, ખાનગી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોના હિતમાં આગામી 24 માર્ચ 2026ના રોજ સવારે 10:00 થી સાંજે 5:00 કલાક સુધી પર્ફોમિંગ આર્ટ સેન્ટર, અડાજણ ખાતે એક વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં 94 જેટલી ખાનગી સંસ્થાઓ અને ઇજારદારોને આધુનિક પદ્ધતિઓ અને સુરક્ષાના સાધનો વિશે માહિતગાર કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, જે વ્યક્તિઓ અથવા એજન્સીઓ આ તાલીમમાં ભાગ લેશે, તેઓને પાલિકા દ્વારા વિનામૂલ્યે લાઇસન્સિંગ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવશે. અગાઉ પણ પાલિકા દ્વારા મે 2025થી ફેબ્રુઆરી, 2026 દરમિયાન વિવિધ તબક્કે અધિકારીઓ અને સફાઈ કામદારોને તાલીમ આપવામાં આવી ચૂકી છે. સુપ્રીમ કોર્ટના આદેશનું કડક પાલન સુપ્રીમ કોર્ટના રિટ પિટિશન અને 'ધી પ્રોહિબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રિહેબિલિટેશન એક્ટ-2013' મુજબ, કોઈપણ ગટર, મશીનહોલ કે સેપ્ટિક ટેન્કમાં સફાઈ કામદારોને ઉતારીને મેન્યુઅલ કામગીરી કરાવવી એ કાયદાકીય ગુનો છે. જો કોઈ સંસ્થા કે માલિક આ કાયદાનો ભંગ કરશે તો તેના સામે ફોજદારી રાહે પગલાં લેવામાં આવશે. ફક્ત એટલું જ નહીં, જો કોઈ અકસ્માત કે મૃત્યુ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી અને વારસદારોને ચૂકવવાપાત્ર વળતરની રકમ જે-તે માલિક કે હોદ્દેદારે ભોગવવાની રહેશે. આ બાબતે સુરત મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં. ડ્રેનેજ સફાઈ માટે ક્યારેય માણસોને ગટરમાં ઉતારવા નહીં પાલિકાએ સુરતના નાગરિકોને ખાસ વિનંતી કરી છે કે, ખાનગી સોસાયટીઓ કે ઉદ્યોગોએ ડ્રેનેજ સફાઈ માટે ક્યારેય માણસોને ગટરમાં ઉતારવા નહીં. તેના બદલે પાલિકાની વેબસાઇટ પર ઉપલબ્ધ તાલીમબદ્ધ એજન્સીઓની યાદીમાંથી જ સંપર્ક કરવો. શહેરના છેવાડાના વિસ્તારોમાં જ્યાં ખાનગી ગટર લાઇન છે ત્યાં સફાઈ માટે પાલિકા દ્વારા જુદી-જુદી સીવર ક્લીનિંગ મશીનરીઓ વ્યાજબી ભાડા પેટે ફાળવવામાં આવે છે. આ માટે નજીકની ઝોન ઓફિસનો સંપર્ક કરી શકાય છે. ક્યાંય ઢાંકણ તૂટેલા કે જર્જરિત જણાય તો પાલિકાની વેબસાઇટ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી ડ્રેનેજ સંબંધિત ફરિયાદો માટે પાલિકાની 24x7 કાર્યરત હેલ્પલાઇન નંબર 14420 પર સંપર્ક કરી શકાય છે. ઉપરાંત, તાડવાડી અને રાંદેર ખાતેની મધ્યસ્થ ડ્રેનેજ વિભાગની ઓફિસનો પણ સંપર્ક કરી શકાશે. જાહેર રોડ-રસ્તા પર આવેલ મશીન હોલ કે સેપ્ટિક ટેન્કના ઢાંકણ અધિકૃત વ્યક્તિ સિવાય કોઈએ ખોલવા નહીં. જો ક્યાંય ઢાંકણ તૂટેલા કે જર્જરિત જણાય તો તાત્કાલિક પાલિકાની વેબસાઇટ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવવી. સુરત મહાનગરપાલિકા હવે ટેકનોલોજી અને ઇમરજન્સી રિસ્પોન્સ સેનીટેશન યુનિટ દ્વારા ગટર સફાઈની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી રહી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, ભવિષ્યમાં સફાઈ કામદારોએ જીવના જોખમે ગટરમાં ઉતરવું ન પડે અને સમગ્ર પ્રક્રિયા માનવીય અભિગમ સાથે આધુનિક બને.
    Click here to Read More
    Previous Article
    ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ સીઝન 2ની મેચો વડોદરામાં રમાશે:કોટંબી સ્ટેડિયમમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, યુવરાજ સિંહ, ક્રિસ ગેલ, સંગાકારા જેવા દિગ્ગજ ક્રિકેટરો ફરી રમતા જોવા મળશે
    Next Article
    વલસાડમાં વાવાઝોડાથી કેરી ખરી પડી:ફળોના રાજા ગણાતી હાફુસ અને કેસર કેરીનો તૈયાર પાક ખરતાં ખેડૂતો પાયમાલ, ખેડૂત સમાજ પ્રમુખે સહાયની માગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment