Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં વાવાઝોડાથી કેરી ખરી પડી:ફળોના રાજા ગણાતી હાફુસ અને કેસર કેરીનો તૈયાર પાક ખરતાં ખેડૂતો પાયમાલ, ખેડૂત સમાજ પ્રમુખે સહાયની માગ કરી

    6 days ago

    વલસાડ જિલ્લામાં ગઈકાલે આવેલા વાવાઝોડા અને ભારે પવનને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકાઓમાં આંબા પરથી તૈયાર અને નાની કેરીઓ ખરી પડતાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ ભગુ પટેલે નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે વીમા સુરક્ષા અને સરકારી સહાયની માંગ કરી છે. ભગુ પટેલે જણાવ્યું હતું કે સામાન્ય રીતે કેરીનું ફ્લાવરિંગ ડિસેમ્બર-જાન્યુઆરીમાં થાય છે, પરંતુ આ વર્ષે નવેમ્બરમાં વહેલું ફ્લાવરિંગ થતાં કેરીઓ ઈંડા આકારની થઈ ગઈ હતી. ખેડૂતોને સારા પાકની આશા હતી, પરંતુ વાવાઝોડાએ તેમની આશા પર પાણી ફેરવી દીધું છે. આ નુકસાન ધરમપુર, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકાઓમાં નોંધાયું છે. જોરદાર પવનને કારણે આંબા પરથી તૈયાર અને નાની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી છે. અગાઉ, ધુમ્મસને કારણે ફ્લાવરિંગના બે તબક્કા નિષ્ફળ ગયા હતા, અને હવે વાવાઝોડાએ બાકી બચેલા પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખે જણાવ્યું હતું કે, "જે કેરીઓ જમીનદોસ્ત થઈ ગઈ છે, તેનો હવે કોઈ ખેતીવાડીમાં લાભ મળવાનો નથી. સરકાર આ પાકને વીમા કવચ હેઠળ આવરી લે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી અમારી માંગ છે." ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે મોંઘા ભાવની દવાઓ અને ખાતરના છંટકાવ બાદ પાક તૈયાર થયો હતો. કમાણીના સમયે જ પવને પાયમાલી સર્જી છે. જમીન પર પડેલી કેરીઓની ગુણવત્તા બગડી જતી હોવાથી બજારમાં તેની કોઈ કિંમત મળતી નથી, જેના કારણે દેવું ચૂકવવું પણ મુશ્કેલ બન્યું છે. ખેડૂતો હવે સરકાર તરફ આશા રાખી રહ્યા છે કે વહેલી તકે નુકસાનીનો સર્વે કરીને યોગ્ય સહાય જાહેર કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    સફાઈ કામદારોની સુરક્ષા માટે સુરત મ્યુ. કોર્પોરેશનની પહેલ:મેન્યુઅલ સ્કેવેન્જિંગ પર સખત પ્રતિબંધ, હવે ડ્રેનેજ સફાઈ માટે મશીનરીનો ઉપયોગ અને તાલીમ પર ભાર
    Next Article
    બોટાદમાં મીની વાવાઝોડા બાદ PGVCLએ 215 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરી:245 ગામોમાં પુરવઠો ખોરવાયા બાદ ઝડપી કામગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment