Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં કારીગર કાર્નિવલનો પ્રારંભ:નેશનલ સ્કિલ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજન

    6 days ago

    નેશનલ સ્કિલ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (NSFI) દ્વારા SAPના સહયોગથી આણંદના અમૃતવાડી ખાતે "કારીગર કાર્નિવલ-2026"નો પ્રારંભ થયો છે. આ ત્રણ દિવસીય પ્રદર્શન 20, 21 અને 22 માર્ચ દરમિયાન સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. કાર્નિવલનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાબાર્ડના જિલ્લા વિકાસ અધિકારી રાહુલ જુલેગડેકર, RSETI-આણંદના ડાયરેક્ટર અલખ નિરંજન વર્મા અને NSFIના નિયામક ડૉ. એન. સાંઈ ક્રિષ્ના ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાના ત્રણ સફળ ઉદ્યોગસાહસિકોએ તેમની યાત્રા રજૂ કરી હતી. ડૉ. સાંઈ ક્રિષ્નાએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. વર્મા સાહેબે ઉદ્યોગના પ્રકારો, ઉદ્યોગસાહસિકના લક્ષણો અને વિવિધ રણનીતિઓ વિશે સમજ આપી હતી. મુખ્ય મહેમાન રાહુલ જુલેગડેકરે NSFIના પ્રયાસોને બિરદાવ્યા હતા અને SAPના નાણાકીય સહયોગ બદલ આભાર માન્યો હતો. તેમણે નાબાર્ડની યોજનાઓ દ્વારા ઉદ્યોગસાહસિકોને સહયોગ આપવા જણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ઉદ્યોગસાહસિકોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, 2025-26ની બેચના ઉદ્યોગસાહસિકોને ઇન્ક્યુબેશન સપોર્ટ હેઠળ મશીનરી અને સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા. આભાર પ્રવચન પછી, મુખ્ય મહેમાનો દ્વારા ઉદ્યોગસાહસિકોના સ્ટોલનું પ્રતીકાત્મક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ દરેક સ્ટોલની મુલાકાત લીધી અને ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આણંદ જિલ્લાના નાગરિકોને આ પ્રદર્શનમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ છે. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન નેશનલ સ્કિલ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના અનિલ સૈની, મિતેષ મહિડા, પિંકેશ સાવનીયા અને જાનકી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રીક્ષા પલ્ટી જતા દિયર સાથે જતી ભાભીનું મોત:રાજસમઢીયાળા ગામમાં 20 વર્ષની યુવતીનો ઝેરી દવા પી આપઘાત, એક મહિના પૂર્વે જ સગાઈ થઈ હતી
    Next Article
    મોરબીમાં ભારે પવનથી સિરામિક ઉદ્યોગને મોટું નુકસાન:50 હજારથી 5 લાખ સુધીનું નુકસાન, કારખાનાઓના શેડના પતરા ઉડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment