Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંકલેશ્વરમાંથી ફોર્ચ્યુનર કાર ચોરનાર ગુનેગાર ભાઈઓ ઝડપાયા:સ્ક્રેપ ગાડીના એન્જિન-ચેચીસ નંબર ફોર્ચ્યુનર પર લગાવતા, ગેરેજની આડમાં જૂની ગાડીઓના પેપર પર નવી ગાડીઓ ફેરવતા

    6 days ago

    લક્ઝુરિયસ ગાડીઓ, ખાસ કરીને ટોયોટા ફોર્ચ્યુનરના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલી ફોર્ચ્યુનર કારની ચોરીનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. નવસારીના એક ગેરેજ પર દરોડા પાડી પોલીસે બે ફોર્ચ્યુનર કાર સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે તેનો ભાઈ હાલ પોલીસ રડારમાં છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. ગેરેજની તપાસ કરતા બે સફેદ રંગની ફોર્ચ્યુનર મળી સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગ્રીડ પાસે, ફનસિટી હોટલની સામે 'ખોડિયાર મોટર્સ' નામના ગેરેજમાં ચોરીની લક્ઝુરિયસ ગાડીઓ છુપાવવામાં આવી છે. આ ચોક્કસ માહિતીના આધારે ટીમે દરોડો પાડતા ત્યાંથી સંજય ચુનીલાલ મોવલીયા (ઉ.વ. 45) નામનો શખસ મળી આવ્યો હતો. ગેરેજની તપાસ કરતા ત્યાંથી બે સફેદ રંગની ફોર્ચ્યુનર કાર મળી આવી હતી, જેની કિંમત અને દસ્તાવેજો બાબતે સંજય સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. માત્ર ફોર્ચ્યુનર કારની જ કેમ ચોરી? ગુનેગારોના નિશાના પર ફોર્ચ્યુનર કાર રહેવા પાછળનું મુખ્ય કારણ તેની હાઈ-રીસેલ વેલ્યુ અને ડિમાન્ડ છે. ફોર્ચ્યુનર એક સ્ટેટસ સિમ્બોલ ગણાય છે અને સેકન્ડ હેન્ડ માર્કેટમાં પણ તેની કિંમત ખૂબ સારી ઉપજે છે. આરોપીઓ જાણતા હતા કે ગ્રામ્ય વિસ્તારો કે અન્ય રાજ્યોમાં આ ગાડીઓની માંગ વધુ રહે છે, અને જો નંબર પ્લેટ બદલી નાખવામાં આવે તો તેને ઓળખવી મુશ્કેલ બને છે. વળી, આ ગાડીઓ પાવરફુલ હોવાથી તેને ચોરી કર્યા બાદ ઝડપથી હાઈવે પર ભગાડી જવી સરળ રહે છે. સ્ક્રેપ ગાડીના એન્જિન-ચેચીસ નંબર નવી કારમાં લગાવતા સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે, આ શખસો જૂની અથવા અકસ્માતગ્રસ્ત સ્ક્રૅપમાં ગયેલી ફોર્ચ્યુનર ગાડીઓ સસ્તામાં શોધી કાઢતા હતા. ત્યારબાદ, બજારમાંથી આબેહૂબ નવી ફોર્ચ્યુનર ચોરી કરતા અને તેના પર સ્ક્રૅપમાં ગયેલી ગાડીના એન્જિન અને ચેસીસ નંબર એમ્બોસ (કોતરી) કરી દેતા હતા. આ રીતે ચોરીની ગાડીને કાયદેસરના કાગળો પર 'જીવતી' કરી વેચી દેવામાં આવતી હતી. ટેકનિકલ છેડછાડમાં માહેર છે મોવલીયા બ્રધર્સ પકડાયેલો આરોપી સંજય મોવલીયા અને તેનો ભાઈ અતુલ મોવલીયા બંને રીઢા ગુનેગાર છે. તપાસમાં બહાર આવ્યું છે કે એક કારમાં તો ચેસીસ નંબર સાથે એવી છેડછાડ કરવામાં આવી હતી કે મૂળ નંબર વાંચી જ શકાતો નહોતો. બીજી કાર પર ખોટી નંબર પ્લેટ લગાવીને તેને ફેરવવામાં આવતી હતી. ગેરેજની આડમાં તેઓ આખું 'રિટચિંગ' નેટવર્ક ચલાવતા હતા, જ્યાં ચોરીની ગાડીનો આત્મા (એન્જિન-ચેસીસ નંબર) બદલી નાખવામાં આવતો હતો. અંકલેશ્વરથી કનેક્શન અને 40 લાખનો મુદ્દામાલ ચોરાયેલી બે ફોર્ચ્યુનર પૈકી એક કાર ચાર દિવસ પહેલા જ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ચોરાઈ હતી. જેની ફરિયાદ નોંધાયાના ટૂંકા ગાળામાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચે તેને રિકવર કરી લીધી છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 40 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી ગાડી ક્યાંથી ચોરાઈ છે તેની તપાસ હાલ એન્જિન નંબરના આધારે કરવામાં આવી રહી છે. ગેરેજ સંચાલકની સંડોવણી અને ધરપકડ આરોપી સંજય મોવલીયા મૂળ કાપોદ્રા, સુરતનો રહેવાસી છે અને નવસારીમાં ગેરેજ ચલાવે છે. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેનો નાનો ભાઈ અતુલ મોવલીયા આ ગાડીઓ ક્યાંકથી લઈ આવતો હતો અને તે ગેરેજ પર ગાડીઓને સાચવવાનું અને તેમાં ફેરફાર કરવાનું કામ કરતો હતો. પોલીસે સંજયની અટકાયત કરી છે અને અતુલની શોધખોળ તેજ કરી છે. આ બંને ભાઈઓ અગાઉ પણ વાહન ચોરીના ગુનામાં જેલની હવા ખાઈ ચૂક્યા છે. પોલીસની બાજ નજર અને આગામી તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના મતે, આ માત્ર બે ગાડીઓનો કિસ્સો નથી, પરંતુ એક મોટા આંતરરાજ્ય વાહન ચોરીના રેકેટનો અંશ હોઈ શકે છે. નવસારી ગ્રામ્ય પોલીસ હવે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પોલીસ એ પણ તપાસી રહી છે કે આ અગાઉ તેમણે કેટલી ગાડીઓ આ રીતે સ્ક્રૅપ નંબર પર વેચી દીધી છે અને આ ગેંગમાં અન્ય કેટલા સાગરીતો સંડોવાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    નળસરોવરમાં ભાવનગરના સ્કાઉટ-ગાઈડની પ્રકૃતિ પાઠશાળા:યાયાવર પક્ષીઓની દુનિયા અને વન કેડી ભ્રમણનો વિદ્યાર્થીઓએ માણ્યો અદભૂત લ્હાવો
    Next Article
    ઇતિહાસમાં પ્રથમવાર રણના અગરિયાઓના નુકસાનનો સરકારી સર્વે થશે:અધિકારીઓ આવતીકાલથી ઝૂંપડે-ઝૂંપડે જઈ રિપોર્ટ બનાવશે, 20 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment