Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નળસરોવરમાં ભાવનગરના સ્કાઉટ-ગાઈડની પ્રકૃતિ પાઠશાળા:યાયાવર પક્ષીઓની દુનિયા અને વન કેડી ભ્રમણનો વિદ્યાર્થીઓએ માણ્યો અદભૂત લ્હાવો

    6 days ago

    જરાત સરકાર અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિના જતન અને સંવર્ધનના હેતુથી નળસરોવર ખાતે વિશેષ પર્યાવરણ પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 14 થી 16 માર્ચ દરમિયાન યોજાયેલી આ શિબિરમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાથે જોડાયેલા ધોરણ 6 થી 9 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કુદરતના સાનિધ્યમાં પ્રકૃતિના પાઠ શીખ્યા હતા. કુદરતના ખોળે શિક્ષણ અને પક્ષી દર્શન આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ પ્રકૃતિ, પર્યાવરણ અને વન્યજીવો પ્રત્યે જાગૃત બને તેવો રહ્યો છે. ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને વન કેડી ભ્રમણ કરાવીને વિવિધ વૃક્ષો અને વનસ્પતિની ઓળખ આપવામાં આવી હતી. નળસરોવર તેના યાયાવર પક્ષીઓ માટે વિશ્વવિખ્યાત છે, ત્યારે વિદ્યાર્થીઓએ વિદેશથી આવતા મહેમાન પક્ષીઓ સહિત જળચર, ભૂચર અને ખેચર પશુ-પક્ષીઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. વિક્રમભાઈ પગી દ્વારા બાળકોને પક્ષીઓની વિશિષ્ટતાઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. વિવિધ પ્રવૃત્તિઓથી ગુંજ્યું નળસરોવર માત્ર પક્ષી દર્શન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓએ કુદરતી વાતાવરણમાં હાઈક, સનસેટ વ્યુ અને કેમ્પ ફાયર જેવી રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો. મેદાની રમતો દ્વારા બાળકોમાં સંઘભાવના અને શારીરિક કૌશલ્યો ખીલ્યા હતા. આરએફઓ સોલંકીએ સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓની શિસ્ત અને ઉત્સાહ જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો. આ શાળાઓના વિદ્યાર્થીઓ રહ્યા સહભાગી આ શિબિરમાં વિદ્યાધીશ વિદ્યા સંકુલ, નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, સ્વામિનારાયણ ગુરુકુળ, ગિજુભાઈ કુમાર મંદિર અને સ્વામી વિવેકાનંદ ઓપટ્રૂપના સ્કાઉટ જોડાયા હતા. શિબિરને સફળ બનાવવા માટે અજયભાઈ ભટ્ટ, દર્શનાબેન ભટ્ટ, જયસિંહ ભાઈ અને સિનિયર સ્કાઉટ ગાઈડના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. વન વિભાગના કર્મચારીઓના સહયોગથી આ શિબિર વિદ્યાર્થીઓ માટે જીવનભરનું સંભારણું બની રહી હતી.
    Click here to Read More
    Previous Article
    ઉમા કોલેજમાં પત્રકારત્વ પર સેમિનાર યોજાયો:પુલક ત્રિવેદીએ આધુનિક મીડિયા પર માર્ગદર્શન આપ્યું
    Next Article
    અંકલેશ્વરમાંથી ફોર્ચ્યુનર કાર ચોરનાર ગુનેગાર ભાઈઓ ઝડપાયા:સ્ક્રેપ ગાડીના એન્જિન-ચેચીસ નંબર ફોર્ચ્યુનર પર લગાવતા, ગેરેજની આડમાં જૂની ગાડીઓના પેપર પર નવી ગાડીઓ ફેરવતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment