Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમા કોલેજમાં પત્રકારત્વ પર સેમિનાર યોજાયો:પુલક ત્રિવેદીએ આધુનિક મીડિયા પર માર્ગદર્શન આપ્યું

    6 days ago

    ગાંધીનગરના સેક્ટર-23 સ્થિત ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજ અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પત્રકારત્વ વિભાગ દ્વારા સંયુક્ત રીતે 'આજના સમયમાં પત્રકારત્વમાં અભિવ્યક્તિનો અંદાજ' વિષય પર એક પરિસંવાદ યોજાયો હતો. આ કાર્યક્રમ કારકિર્દી માર્ગદર્શન સેમિનારના ભાગરૂપે આયોજિત કરાયો હતો. આ પરિસંવાદમાં જાણીતા કોલમિસ્ટ અને લેખક પુલક ત્રિવેદીએ પત્રકારત્વની બદલાતી પરિભાષા પર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ભાષા, શૈલી અને નિષ્ઠા સાથે ટેકનોલોજીના સમન્વયથી આધુનિક પત્રકારત્વ વધુ વ્યાપક અને પ્રભાવશાળી બન્યું છે. ત્રિવેદીએ પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને ન્યુ મીડિયા ક્ષેત્રે આવેલા પરિવર્તનો પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. લલિતકુમાર પટેલે પત્રકારત્વ ક્ષેત્રની આવશ્યકતા અને શબ્દોની શક્તિ વિશે વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેમિનાર સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પત્રકારત્વ વિભાગના પ્રિન્સિપાલ મિતેષ મોદીએ પ્રાસંગિક ઉદબોધન આપતા મીડિયા ક્ષેત્રમાં ઉપલબ્ધ નવી તકો પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં પત્રકારત્વનું મહત્વ, આધુનિક મીડિયામાં થઈ રહેલા પરિવર્તનો અને પત્રકાર તરીકેની જવાબદારીઓ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સેમિનારના અંતે કેટલીક વિદ્યાર્થીનીઓએ મીડિયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં રસ દાખવ્યો હતો. આ કાર્યક્રમમાં પર્યાવરણવિદ અને પત્રકાર કિશોરસિંહ પઢિયાર તેમજ કુનાલ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ડૉ. કૃપાબેન ભટ્ટે કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. કિરણબેન ખેની દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    દહેગામના 15 હજાર પશુપાલકો માટે ગોપાલ ઇટાલિયાની લડત:મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી રજૂઆત કરી, 'ઓછા ભાવ અને કપાતથી પશુપાલકોને નુકસાન'નો આક્ષેપ
    Next Article
    નળસરોવરમાં ભાવનગરના સ્કાઉટ-ગાઈડની પ્રકૃતિ પાઠશાળા:યાયાવર પક્ષીઓની દુનિયા અને વન કેડી ભ્રમણનો વિદ્યાર્થીઓએ માણ્યો અદભૂત લ્હાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment