Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં 'પોષણ સંગમ' વર્કશોપ યોજાયો:કુપોષણ મુક્ત જિલ્લા બનાવવા સંકલ્પને વેગ અપાયો

    6 days ago

    બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે 'પોષણ સંગમ' કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા પંચાયતની આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા આયોજિત આ વર્કશોપનો મુખ્ય હેતુ જિલ્લાને કુપોષણમુક્ત કરવાનો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અતિ ગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત વ્યવસ્થાપન દ્વારા તેમને કુપોષણમુક્ત કરવાનો છે. રાજ્ય સરકાર દ્વારા અમલી 'પોષણ સંગમ' અભિયાન અંતર્ગત આરોગ્ય અને આઇ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લો કુપોષણમાંથી સંપૂર્ણપણે બહાર આવે તે માટે આરોગ્ય અને આઇ.સી.ડી.એસ. બંને વિભાગોએ ટીમ વર્ક સાથે કામ કરવું અનિવાર્ય છે. તેમણે બાળકોને કુપોષણમુક્ત કરવાની વિવિધ પદ્ધતિઓ અને વ્યુહરચના અંગે ઊંડાણપૂર્વક સમજૂતી આપી હતી. નોંધનીય છે કે, 'પોષણ સંગમ' કાર્યક્રમના સઘન અમલીકરણને કારણે બનાસકાંઠા જિલ્લામાં હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. ફેબ્રુઆરી-2025માં જિલ્લામાં બાળકોમાં 'વેસ્ટિંગ'નું પ્રમાણ 6.03% થી ઘટીને 3.09% થયું છે. તેવી જ રીતે, 'અન્ડરવેઇટ' બાળકોનું પ્રમાણ 17.93% થી ઘટીને 9.45% જેટલું નીચું આવ્યું છે. આ સફળતા પાછળ જિલ્લાના તમામ આંગણવાડી કાર્યકર, તેડાગર, મુખ્ય સેવિકા, CDPO અને આઇ.સી.ડી.એસ. સ્ટાફની સખત મહેનત અને સમર્પણ રહેલું છે. આ વર્કશોપ દ્વારા ઉપસ્થિત ટીમને નવી ઉર્જા અને કાર્યશૈલી પ્રાપ્ત થઈ છે, જે આગામી સમયમાં જિલ્લાને કુપોષણ મુક્ત કરવા માટે પ્રેરક બનશે. આ પ્રસંગે વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    2 કરોડથી વધુની નકલી નોટનો કેસ:અમદાવાદ મેટ્રો કોર્ટે 7 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ આપ્યા
    Next Article
    NMOCONનું બે દિવસીય અધિવેશન બરોડા મેડિકલ કોલેજમાં યોજાશે:દેશના અંતિમ ગામો સુધીમાં આરોગ્ય સેવા પહોંચાડવાનો ઉદ્દેશ્ય, CM અને શિક્ષણમંત્રી ઉપસ્થિત રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment