Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NMOCONનું બે દિવસીય અધિવેશન બરોડા મેડિકલ કોલેજમાં યોજાશે:દેશના અંતિમ ગામો સુધીમાં આરોગ્ય સેવા પહોંચાડવાનો ઉદ્દેશ્ય, CM અને શિક્ષણમંત્રી ઉપસ્થિત રહેશે

    6 days ago

    સ્વાસ્થ્ય સેવાથી રાષ્ટ્ર સેવાના ઉદ્દેશ્યને વરેલી સંસ્થા NMOCON દ્વારા રાષ્ટ્રીય અધિવેશન બરોડા મેડિકલ કોલેજ ખાતે યોજવામાં આવશે. આ બે દિવસીય અધિવેશનમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝા ખાસ ઉપસ્થિત રહેશે. દેશના અંતિમ ગામ સુધીમાં આરોગ્ય સેવા પહોંચાડવાનો ઉદ્દેશ્ય 5 નવેમ્બર 1977ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 23મા રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન દેશના અંતિમ ગામ સુધી આરોગ્ય સેવા પહોંચાડવાના પવિત્ર અને રાષ્ટ્રનિષ્ઠ ઉદ્દેશ સાથે National Medicos Organisation (NMO) ની સ્થાપના કરવામાં આવી હતી. ભગવાન ધન્વંતરીને આદર્શ રૂપે કેન્દ્રમાં રાખીને તેમજ “ન ત્વહં કામયે રાજ્યં ન સ્વર્ગં નાપુનર્ભવમ્ । કામયે દુઃખતપ્તાનાં પ્રાણિનામાર્તિનાશનમ્ ॥” આ મહાવાક્યને જીવનમૂલ્ય તરીકે સ્વીકારી “સ્વાસ્થ્ય સેવા – રાષ્ટ્ર સેવા”ના ધ્યેયને સાકાર કરવા માટે સંસ્થાએ કાર્ય આરંભ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા તરીકે દેશભરમાં સેવાકાર્ય મેડિકલ અને ડેન્ટલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન્સ તેમજ તબીબોમાં સેવાભાવ, રાષ્ટ્રનિષ્ઠા, ચરિત્ર નિર્માણ, સંગઠન શક્તિ અને ગુરુ-શિષ્ય પરંપરાના સંવર્ધનના ઉદ્દેશ સાથે કાર્યરત આ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા તરીકે દેશભરમાં સેવાકાર્ય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રોમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. આરોગ્ય સેવા સાથે રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ સંસ્થા દ્વારા દેશભરમાં વિવિધ સેવા પ્રકલ્પો પણ ચલાવવામાં આવે છે. ઉત્તર-પૂર્વ ભારતના દુર્ગમ વિસ્તારોમાં યોજાતી ધન્વંતરી સેવા યાત્રા, જમ્મુ-કાશ્મીરમાં યોજાતી ઋષિ કશ્યપ સ્વાસ્થ્ય સેવા યાત્રા, તેમજ દેશભરના મેડિકોઝ માટે આયોજિત અખિલ ભારતીય અભ્યાસ વર્ગ જેવા કાર્યક્રમો દ્વારા આરોગ્ય સેવા સાથે રાષ્ટ્રીય એકતા અને સામાજિક સમરસતાનો સંદેશ આપવામાં આવે છે. અધિવેશનમાં 2500 વિધાર્થીઓ જોડાશે આ અધિવેશનનું આયોજન NMO ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં દેશભરના 21થી વધુ રાજ્યોમાંથી આશરે 2500થી વધુ મેડિકલ અને ડેન્ટલ વિદ્યાર્થીઓ તેમજ તબીબો ભાગ લેશે. આ વર્ષની કોન્ફરન્સની થીમ Journey toward Oneness in Health – From One Health રાખવામાં આવી છે. 21 માર્ચે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે રાષ્ટ્રીય અધિવેશનનો મુખ્ય ઉદ્ઘાટન સમારોહ 21 માર્ચે સાંજે 5:30 વાગ્યે ખાતે યોજાશે. આ અવસરે મુખ્યમંત્રી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે NMO ગુજરાતના ભૂતપૂર્વ પ્રાંત સચિવ તથા હાલ શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ડો . પ્રદ્યુમન વાઝા માર્ગદર્શન આપશે. આ પ્રસંગે કોન્ફરન્સની સ્મૃતિરૂપે સો બુકલેટ તથા NMOની શૈક્ષણિક પ્રવૃત્તિઓ સંબંધિત NMO Journalનું પણ વિમોચન અતિથિઓ દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કોન્ફરન્સ દરમિયાન વિવિધ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેડિકલ અને ડેન્ટલ વિદ્યાર્થીઓ તેમજ તબીબો માટે Scientific Paper Presentation, Poster Presentation, Medical Dental Quiz, Youth Parliament, Poster Making Competition, Reel Making Competition તેમજ વિવિધ વિષયો પર વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આરોગ્ય સેવા ક્ષેત્રમાં કાર્યરત વિવિધ સંસ્થાઓ દ્વારા પોતાના સેવા કાર્યોની રજૂઆત પણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં 'પોષણ સંગમ' વર્કશોપ યોજાયો:કુપોષણ મુક્ત જિલ્લા બનાવવા સંકલ્પને વેગ અપાયો
    Next Article
    વાપીમાં પત્નીના પ્રેમીની હત્યા કરનારના જામીન નામંજૂર:આરોપી પતિની 45 દિવસની વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment