Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 કરોડથી વધુની નકલી નોટનો કેસ:અમદાવાદ મેટ્રો કોર્ટે 7 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ આપ્યા

    6 days ago

    અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા 2 કરોડથી વધુની નકલી નોટો ઝડપવાને મામલે સુરતના આરોપી પ્રદીપ જોટાંગીયા સહિત કુલ 7 આરોપીઓને 14 દિવસના રિમાન્ડ અર્થે મેટ્રો કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીઓના 30 માર્ચ બપોર સુધીના એટલે કે 10 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. નકલી નોટોના ખરીદ-વેચાણમાં કેટલા રૂપિયા કોણે આપ્યા? આરોપીના રિમાન્ડ માંગતા સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીઓ પાસેથી રૂપિયા 500ના દરની 5600 નોટ રિકવર કરવામાં આવી છે. સહ આરોપીઓની સાથે રાખીને સત્યમ ફાઉન્ડેશનમાં તપાસ કરવાની છે. જો આરોપીઓ પાસે અન્ય નકલી નોટ હોય તો ક્યાં સંતાડી છે, તેની તપાસ કરવાની છે. આરોપીઓએ કેવી રીતે નકલી નોટો છાપી છે, તેને ક્યાં વાપરી છે, નોટ છાપવા માટેના લેપટોપ પ્રિન્ટર વગેરે કબ્જે કરવાના છે. આરોપીઓએ કઈ ઓરિજિનલ નોટોને સ્કેન કરીને નકલી ચલણી નોટો બનાવવાની છે તે જાણવાનું છે. આરોપીઓ અમદાવાદમાં નોટો વેચવા આવ્યા હતા તો સુરતમાં પણ નોટો વેચી હોવાની પૂરી શક્યતા છે તે દિશામાં તપાસ કરવાની છે. નકલી નોટોના ખરીદ-વેચાણમાં કેટલા રૂપિયા કોણે આપ્યા? તેની પણ તપાસ કરવાની છે. આરોપીઓના કોલ ડેટા રેકોર્ડ અને ભૂતકાળ અંગે તપાસ કરવાની છે આરોપીઓના ઇન્કમટેક્સ રિટર્ન અંગે માહિતી મેળવવાની છે. આરોપીઓ નકલી નોટ છાપવા માટે ચાઇનાથી કાગળ મંગાવ્યા હતા તે કોણે મંગાવ્યા અને કેવી રીતે ભારતમાં આવ્યા તે જાણવાનું છે. આરોપીઓના કોલ ડેટા રેકોર્ડ અને ભૂતકાળ અંગે તપાસ કરવાની છે.
    Click here to Read More
    Previous Article
    ઓખામાં 20 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો 'ડોક્ટર' ઝડપાયો:SOGએ ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતા લલિત રાબડિયાની ધરપકડ કરી
    Next Article
    બનાસકાંઠામાં 'પોષણ સંગમ' વર્કશોપ યોજાયો:કુપોષણ મુક્ત જિલ્લા બનાવવા સંકલ્પને વેગ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment