Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસટી ડેપોમાંથી 20 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ:પતિ વોન્ટેડ જાહેર, SOGએ નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો

    11 hours ago

    ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા એસ.ટી.ડેપોના કંપાઉન્ડમાં આવેલા પાર્કિંગ પાસેથી બાતમીના આધારે અમદાવાદની મહિલાને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે દબોચી લઈ ₹ 67 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે નશીલા પદાર્થોની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરાયો છે. આ ગુનામાં સંડોવાયેલા મહિલાના પતિએ વોન્ટેડ જાહેર કરી તેને પકડવા તપાસ હાથ ધરવામાં આવી છે. એસટી ડેપોમાં મહિલાને SOGએ અટકાવી ગાંધીનગર SOGના PI એચ.પી.ભાટીની ટીમને બાતમી મળી હતું કે, ગાંધીનગર એસ.ટી. ડેપોની અંદરના ભાગે લીલા રંગની સાડી પહેરેલી એક મહિલા શંકાસ્પદ પાવડર જેવી પ્રતિબંધિત ચીજવસ્તુ પોતાના કબજામાં રાખીને ઊભી છે. આ બાતમીના પગલે પોલીસ તાત્કાલિક એસટી ડેપો ખાતે પહોંચી હતી. જ્યાં એસટી. ડેપોના ટુ વ્હીલર પાર્કિંગ નજીક વોચ ગોઠવીને બાતમીવાળી મહિલાને કોર્ડન કરી તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ પરેશાબેન વિષ્ણુભાઇ ઠાકોર (ઉ.વ. 49, રહે. વેજલપુર, અમદાવાદ; મૂળ-કલોલ, ગાંધીનગર) હોવાનું જણાવ્યું હતું. મહિલા પાસેના થેલામાંથી પાવડર મળ્યો બાદમાં મહિલા પોલીસકર્મીઓ મારફતે અંગજડતી કરવામાં આવતા તેની પાસેથી એક મરૂન રંગનો ચેઈનવાળો થેલો મળી આવ્યો હતો. આ થેલાની તલાશી લેતા તેમાંથી જય ભવાની સ્વીટ્સનું માવાની મીઠાઈનું પેકેટ, પાણીની સ્ટીલની બોટલ, નાનુ લેધરનું પર્સ અને બાલાજી આલુ વેફરના પેકેટ મળી આવ્યા હતા. વધુ તપાસ કરતા થેલાની અન્ય ચેઈનમાંથી એક પારદર્શક પ્લાસ્ટિકની જીપ લોક બેગ મળી આવી હતી. જેમાં ઓફ-વાઇટ કલરનો પાવડર ભરેલો હતો. 20 ગ્રામ MD ડ્ર્ગ્સ સાથે મહિલાની અટકાયત આ અંગે કડક પૂછપરછ કરતાં પરેશાબેને કબૂલાત કરી હતી કે, આ માદક પદાર્થ તેના પતિ વિષ્ણુભાઇ છનાજી ઠાકોર દ્વારા વિસત ચોકડી ખાતેથી મીઠાઈના પેકેટ સાથે આપવામાં આવ્યો હતો અને તેને ગાંધીનગર એસટી ડેપોમાં ઉતરી જવાનું કહી પોતે બાઈક લઈને લેવા આવનાર હોવાનું જણાવ્યું હતું. જેના પગલે ઘટનાસ્થળે FSL મારફતે પાવડરનું પરીક્ષણ કરાવતા આ પદાર્થ મેફેડ્રોન (MD) ડ્રગ્સ હોવાનું પૂરવાર થયું હતું. જેનું વજન કરતાં 20.08 ગ્રામ અને બજાર કિંમત રૂપિયા 62,400 હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે SOGએ મહિલાની ધરપકડ કરી કુલ ₹ 67 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં બાબા રામાપીર મંદિરે ધજા ચડાવાઈ:શાંતાદેવી રોડ પર શોભાયાત્રા નીકળી, રાસ ગરબા સાથે ભક્તોએ ધજા ચડાવી
    Next Article
    પંત ઈરાની કપમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાના કેપ્ટન હશે:સરફરાઝ ખાન વાઈસ-કેપ્ટન, જમ્મુ-કાશ્મીર સામે 1 થી 5 ઓક્ટોબર સુધી શ્રીનગરમાં મુકાબલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment