Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનથી 1 નવેમ્બર સુધીમાં બે યુવતી-યુવક અને નિવૃત શિક્ષકના અપહરણ:વાવોલમાં 5 દિવસ પહેલા ઘરેથી ઓફિસ નીકળ્યા બાદ યુવતીનો કોઈ પતો નહીં, પોલીસ તપાસનો ધમધમાટ

    1 day ago

    ગાંધીનગરમાં એક જ સપ્તાહમાં ચોંકાવનારી ઘટનાઓ સામે આવતા સમગ્ર ગાંધીનગર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના અલગ-અલગ વિસ્તારો તેમજ ગ્રામ્ય પંથકમાંથી 21 વર્ષીય બે યુવતી, એક યુવક અને 63 વર્ષના નિવૃત્ત શિક્ષક શંકાસ્પદ સંજોગોમાં ગુમ થતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાઓની ગંભીરતાને ધ્યાને લઈ સેક્ટર-7, સેક્ટર-21, ડભોડા અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુના નોંધવામાં આવ્યા છે. વાવોલમાંથી 21 વર્ષીય યુવતીનું અપહરણ ગાંધીનગરના વાવોલમાં કિર્તીધામ સોસાયટીમાં રહેતી 21 વર્ષીય હિનલબા ઘનશ્યામસિંહ વાઘેલાનું અજાણ્યા ઇસમ દ્વારા શંકાસ્પદ સંજોગોમાં અપહરણ કરી લેવામાં આવ્યું. 1 નવેમ્બરના રોજ સવારે હિનલબા પોતાના ઘરેથી વાવોલમાં ફ્લિપકાર્ટની ઓફિસે નોકરી અર્થે એક્ટિવા લઈને નીકળી હતી. ત્યારબાદ તેના પિતા ઘનશ્યામસિંહએ ATM કાર્ડની જરૂરિયાત માટે ઓફિસે જઈને તપાસ કરતા યુવતી હાજર મળી ન હતી. યુવતીના મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેણે થોડીવારમાં ઓફિસ પરત ફરવાનું જણાવ્યું હતું. પરંતુ થોડા સમય બાદ તેનો ફોન સ્વિચ ઓફ આવવા લાગ્યો હતો. કંપનીના મેનેજરની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, યુવતી 31 ઓક્ટોબરથી જ રજા પર હતી. સેક્ટર-30માંથી પણ 21 વર્ષીય યુવતી રહસ્યમય રીતે ગુમ બીજી એક ઘટનામાં સેક્ટર-30માં મકાન નંબર 842/3માં રહેતા વિલાસબેન દિલાવરસિંહ ડાભીની 21 વર્ષીય પુત્રી દિવ્યા શંકાસ્પદ સંજોગોમાં રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ છે. 13 ઓક્ટોબરના રોજ રાત્રિના આશરે સાડા આઠેક વાગે દિવ્યા પોતાના ઘરની બહાર ગેલેરીમાં બેસી રહી હતી. પરિવારના સભ્યો જમીને બહાર આવ્યા ત્યારે દિવ્યા ત્યાં જોવા મળી નહોતી.પરિવારે સગા-સંબંધીઓ અને આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હતી. અગાઉ ગત 20 ઓક્ટોબરના રોજ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધાવવામાં આવી હતી. પરંતુ તપાસ બાદ પણ યુવતીનો પત્તો ન લાગતા આખરે અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા ગામથી યુવક લાઈટ બિલ ભરવા નીકળ્યા બાદ પરત ન ફર્યો ગાંધીનગરના વડોદરા ગામેથી પણ એક યુવક અચાનક શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ જતાં પરિવાર ચિંતિત બન્યો છે. વડોદરા ગામના સુરાજીના માઢ ખાતે રહેતા રામાજી ચેહરાજી ઠાકોરનો 22 વર્ષીય પુત્ર કાળુજી 23 ઓક્ટોબરના રોજ સવારે એક્ટિવા લઈને ચિલોડા જીઈબી ખાતે લાઈટ બિલ ભરવા નીકળ્યો હતો.ત્યારબાદ તેણે કાળીબેનના ફોન પરથી સંપર્ક કરીને લાઈટ બિલ ભરી દીધું હોવાનું અને ગાંધીનગર જઈને આવતો હોવાનું જણાવ્યું હતું. જોકે ત્યારપછી તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો અને તે ઘરે પરત ફર્યો નહોતો. પરિવારના જણાવ્યા અનુસાર, કાળુજી મગજની બિમારીથી પીડાય છે અને હિંમતનગરની હેત હોસ્પિટલમાંથી તેની સારવાર ચાલે છે. અગાઉ બે વર્ષ પહેલાં પણ તે આ જ રીતે કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો અને જાતે પરત આવ્યો હતો. પરંતુ આ વખતે લાંબો સમય વીતી જતાં આખરે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. દહેગામના સગલદપુરથી 9 જૂન બાદથી નિવૃત શિક્ષકનો કોઈ પતો નહીં જ્યારે દહેગામ તાલુકાના સગદલપુર ગામની સીમમાં આવેલી આવકાર સોસાયટીમાંથી 9 જૂનના રોજ સવારે 63 વર્ષીય નિવૃત્ત શિક્ષક ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ પટેલ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતા. લાંબી શોધખોળ છતાં કોઈ ભાળ ન મળતા આખરે ઘટનાના પાંચ મહિના બાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.ચંદ્રકાંતભાઈ માનસિક બિમારીથી પીડાતા હોવાથી 25 વર્ષ પહેલાં જ સ્વેચ્છિક નિવૃત્તિ લીધી હતી અને તેમની અમદાવાદ સારવાર ચાલતી હતી. 9 જૂનના રોજ સવારે તેઓ રખિયાલ બજારમાં દાઢી કરાવીને પાછો આવું છું તેમ કહીને નીકળ્યા બાદ પરત ફર્યા નહોતા. બનાવની જાણ થતાં ફિનલેન્ડ રહેતા તેમના પુત્ર કુણાલ અને પુત્રવધૂ વૈશાલીબેન 19 જૂને ભારત પરત આવ્યા હતા અને વર્તમાનપત્રોમાં જાહેરાત આપવા છતાં કોઈ પત્તો લાગ્યો નહોતો. પરિણામે કોઈ અજાણ્યો શખ્સ તેમનું અપહરણ કરી ગયો હોવાની શંકા સાથે પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગોતાની પરિણીતાની સાબરમતી નદીમાં મોતની છલાંગ, 14 દિવસે મળ્યો મૃતદેહ:આપઘાત કેસમાં નણદોઈ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ, બીજી પત્ની બનાવવાની જીદ પકડીને છેલ્લે તરછોડી દીધી
    Next Article
    વાપી દુષ્કર્મ કેસમાં આરોપીની જામીન અરજી ફગાવાઈ:14 વર્ષની બાળકીના અપહરણ અને દુષ્કર્મના આરોપી મેરાજ ખાનને રાહત નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment