Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં બાબા રામાપીર મંદિરે ધજા ચડાવાઈ:શાંતાદેવી રોડ પર શોભાયાત્રા નીકળી, રાસ ગરબા સાથે ભક્તોએ ધજા ચડાવી

    11 hours ago

    નવસારીના શાંતાદેવી રોડ પર આવેલા કામધેનુ રેસીડેન્સીમાં ચાલતા બાબા રામાપીર મંડળ દ્વારા ધજા આરોહણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સુંદર શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે ભક્તિભાવ સાથે દુધિયા તળાવ કિનારે આવેલા રાધાકૃષ્ણ મંદિર સામેના બાબા રામાપીરના મંદિરે પહોંચી હતી. શોભાયાત્રામાં ભાઈઓ અને બહેનો રાસ ગરબા કરતા અને રામાપીર ભગવાનની ધજા લઈને ઉમંગભેર જોડાયા હતા. ભક્તોએ બાબા રામદેવ પીરના જય જયકાર સાથે આ પ્રસંગને વધાવ્યો હતો.બાબા રામદેવને ધજા ચડાવવાનો વિશેષ મહિમા છે, ખાસ કરીને ભાદરવા સુદ બીજના દિવસે ધજા ચડાવવામાં આવે છે. ધજા ફક્ત કાપડ નથી, પરંતુ ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણનું પ્રતિક છે. ભક્તો પોતાના શુભ સંકલ્પો પૂર્ણ થાય તે માટે પણ બાબા રામદેવને ભક્તિભાવથી પવિત્ર ધજા ચડાવે છે. રાજસ્થાનના રોણીયા રામદેવરામાં બાબા રામદેવનું મુખ્ય સ્થાન ગણાય છે, અને આજે ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં તેમના મંદિરો આવેલા છે.
    Click here to Read More
    Previous Article
    'PM મોદી ધ્રુવ તારાની જેમ દુનિયામાં ચમકી રહ્યા છે':શાહે કહ્યું- 25 વર્ષમાં એક પણ રજા નથી લીધી, PMના પરિવારજનો વડનગર GMERS સેવા કેમ્પમાં પહોંચ્યા
    Next Article
    એસટી ડેપોમાંથી 20 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ:પતિ વોન્ટેડ જાહેર, SOGએ નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment