Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણીનગરમાં ચેટીચંદની ભવ્ય ઉજવણી:શોભાયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ, નીલ રોકસ્ટારની મ્યુઝિકલ નાઈટ બનશે મુખ્ય આકર્ષણ

    10 hours ago

    અમદાવાદના મણીનગર વિસ્તારમાં મણીનગર ચેટીચંદ કમિટી અને મમતા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 'ચેટીચંદ મહોત્સવ 2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના ભાગરૂપે 20 માર્ચ 2026, શુક્રવારના રોજ બપોરે 3 કલાકે મણીનગરમાં એક વિશાળ શોભાયાત્રા નીકળી હતી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ સિંધિ સમાજના ભાઈ-બહેનો, ભજન-કીર્તનની રમઝટ અને સાંસ્કૃતિક ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર વિસ્તાર 'ઝૂલેલાલ'ના નાદથી ગુંજી ઉઠ્યો હતો અને સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નીલ રોકસ્ટારની મ્યુઝિકલ નાઈટ બનશે મુખ્ય આકર્ષણ આ મહોત્સવનો ઉત્સાહ હજુ પણ બરકરાર રહેશે, કારણ કે 22 માર્ચ 2026, રવિવારના રોજ સાંજે 6 કલાકે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાંજના મુખ્ય આકર્ષણ તરીકે જાણીતા ગાયક નીલ રોકસ્ટાર પોતાની મ્યુઝિકલ પાર્ટી સાથે ધૂમ મચાવશે. નીલ રોકસ્ટારના તાલે શ્રોતાઓ ઝૂમી ઉઠશે. આ ઉપરાંત, અન્ય પ્રતિભાશાળી કલાકારો પણ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને સિંધિ વિરાસતની ઝલક આપશે. સામાજિક એકતાનો સંદેશ આ કાર્યક્રમમાં સિંધિ સમાજના અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજની એકતા વધારવાનો અને નવી પેઢીને પોતાની સંસ્કૃતિથી અવગત કરાવવાનો છે. આયોજકો દ્વારા જાહેર જનતાને આ મહોત્સવમાં મોટી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.35 સુધીનો તોતિંગ વધારો:સુરતમાં મધ્યમ વર્ગ ચિંતિત, ક્રૂડ ઓઈલના ભાવ વધતા તેલ કંપનીઓનો નિર્ણય
    Next Article
    અશાંતધારાના ભંગ મામલે સરકાર આકરા પાણીએ:SDM પ્રતિભા અને ડ્રાઇવર પર 14 લાખની લાંચનો આક્ષેપ; દોષિતને છોડવામાં નહીં આવે -મંત્રી કૌશિક વેકરીયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment