Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશાંતધારાના ભંગ મામલે સરકાર આકરા પાણીએ:SDM પ્રતિભા અને ડ્રાઇવર પર 14 લાખની લાંચનો આક્ષેપ; દોષિતને છોડવામાં નહીં આવે -મંત્રી કૌશિક વેકરીયા

    11 hours ago

    ભાવનગર જિલ્લાની SDM પ્રતિભા દહિયા અને તેમના ડ્રાઇવર પર મિલકત ટ્રાન્સફરના નામે 14 લાખ રૂપિયાની લાંચ માંગવાના ગંભીર આક્ષેપો વચ્ચે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. પ્રભારી મંત્રી અને રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ આજે ભાવનગર કલેક્ટર કચેરીમાં આયોજિત મીટિંગ દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, “આરોપી ગમે એટલો વગદાર હોય કે ગમે ત્યાં જતો રહ્યો હોય, સરકાર કોઈપણ પ્રકારની બાંધછોડ કરશે નહીં.” તેમણે FIR દાખલ કરીને પોલીસને તટસ્થ અને કડક તપાસના આદેશ આપી દીધા છે. લાંચનો વીડિયો-ઓડિયો સામે આવ્યો, SDM પર પણ સવાલો મળતી માહિતી મુજબ, મિલકત ટ્રાન્સફરની મંજૂરી આપવાના નામે SDM પ્રતિભા દહિયાના ડ્રાઇવરે 14 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ મામલાનો વીડિયો અને ઓડિયો સામે આવતાં જ SDM પણ સવાલોના ઘેરામાં આવી ગયા છે. આ આક્ષેપોને લઈને રાજ્યમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને અશાંતધારા કાયદાના ઉલ્લંઘન તેમજ વહીવટી ગેરરીતિઓના ગંભીર આરોપો વચ્ચે સરકાર પર દબાણ વધ્યું છે. મંત્રીની મીટિંગમાં વિકાસ કામો સાથે ભ્રષ્ટાચાર પર પણ ચર્ચા આજે ભાવનગર કલેક્ટર કચેરીમાં પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાની અધ્યક્ષતામાં આયોજિત મીટિંગમાં આગામી દિવસોમાં ભાવનગરમાં નવા માર્ગો અને અન્ય વિકાસ કામોની ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે અશાંતધારા કાયદા અંગેના સુધારા વિશે પણ જણાવ્યું કે, આગામી સમયમાં જરૂરી સુધારા લાવીને વિધાનસભામાં ફેરફાર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, “ભાવનગરમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેને કોઈપણ રીતે બહાનું નહીં બનાવવામાં આવે. જે કોઈ નિયમ ભંગ કરશે તેને છોડવામાં નહીં આવે.” સરકારનો સ્પષ્ટ સંદેશ: “ભ્રષ્ટાચાર સામે જીરો ટોલરન્સ” મંત્રીએ વહીવટી અધિકારીઓને સૂચના આપી છે કે તમામ પ્રક્રિયાઓ પારદર્શક અને કાયદેસર રીતે થવી જોઈએ. તેમણે ભાર મૂક્યો કે ભ્રષ્ટાચારના આક્ષેપોમાં જે કોઈ પણ સામેલ હશે, તેને કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે. આ મામલે પોલીસે FIR નોંધીને તપાસ શરૂ કરી દીધી છે અને તપાસ અહેવાલ આવતા વધુ કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મણીનગરમાં ચેટીચંદની ભવ્ય ઉજવણી:શોભાયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ, નીલ રોકસ્ટારની મ્યુઝિકલ નાઈટ બનશે મુખ્ય આકર્ષણ
    Next Article
    Kathal Or Jackfruit: This High-Fibre Indian Fruit Has Surprising Health Benefits For The Entire Body

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment