Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.35 સુધીનો તોતિંગ વધારો:સુરતમાં મધ્યમ વર્ગ ચિંતિત, ક્રૂડ ઓઈલના ભાવ વધતા તેલ કંપનીઓનો નિર્ણય

    2 days ago

    આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા તણાવની સીધી અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. તેલ કંપનીઓએ સ્પીડ અને પાવર જેવા પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં પ્રતિ લિટર 2.09થી 2.35 સુધીનો વધારો ઝીંકી દીધો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઉછાળો આવતા સ્થાનિક સ્તરે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સુરત સહિત રાજ્યભરના વાહનચાલકોમાં આશ્ચર્ય અને ચિંતા જોવા મળી રહી છે. ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની સીધી અસર ભારત પર પ્રીમિયમ પેટ્રોલમાં આ વધારા પાછળનું મુખ્ય કારણ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ છે. આ યુદ્ધના માહોલને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે અને ક્રૂડ ઓઈલ મોંઘું થયું છે. ખાસ કરીને જે દેશોમાંથી ભારત કાચું તેલ ઈમ્પોર્ટ કરે છે, ત્યાં યુદ્ધના વાદળો ઘેરાતા ટ્રાન્સપોર્ટ અને વીમા ખર્ચમાં પણ વધારો થયો છે, જેનો બોજ આખરે ગ્રાહકો પર આવી રહ્યો છે. સુરતના પેટ્રોલ પંપ પર મિશ્ર પ્રતિસાદ સુરતમાં આ ભાવ વધારાની જાહેરાત બાદ પેટ્રોલ પંપ પર લોકોની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. કેટલાક લોકો આ વધારાને અનિવાર્ય ગણાવી રહ્યા છે તો કેટલાક લોકો સરકાર પાસે રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. નોકરીયાત વર્ગ કે જેઓ ઓફિસ જવા માટે રોજેરોજ વાહનનો ઉપયોગ કરે છે, આ વધારાએ તેમનું બજેટ ખોરવી નાખ્યું છે. શહેરના મુખ્ય પેટ્રોલ પંપ પર સવારથી જ લોકો આ ભાવ વધારા અંગે ચર્ચા કરતા નજરે પડ્યા હતા. ‘સરકારને સહકાર આપવો જોઈએ’ શહેરના જાણીતા વકીલ વિજય જાલંધરાએ આ બાબતે તર્કબદ્ધ અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, "હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે જે યુદ્ધનો માહોલ છે, તેના કારણે આપણા ઈમ્પોર્ટ પર અસર પડી છે. જહાજો દ્વારા આવતા માલ પર યુદ્ધની અસરને લીધે ભાવ વધારાની સ્થિતિ સર્જાઈ છે. આ વૈશ્વિક સમસ્યા છે એટલે આપણે ડાયરેક્ટ સરકાર પર આક્ષેપ કરવાને બદલે વર્તમાન સ્થિતિમાં સરકારને સહકાર આપવો જોઈએ એવું મારું માનવું છે." ‘મધ્યમ વર્ગ માટે સંઘર્ષની સ્થિતિ’ બીજી તરફ, સામાન્ય નાગરિક ચેતન દિનેશભાઈ રાણાએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, "પેટ્રોલના વધતા ભાવ મધ્યમ વર્ગ માટે બહુ તકલીફવાળું કામ છે. અમારે અત્યારે ઘર ચલાવવા માટે બહુ વધારે સંઘર્ષ કરવો પડે છે. આ અચાનક આવેલો વધારો આર્થિક રીતે બોજ સમાન છે. સરકાર આ બાબતે કંઈક વિચારે અને લોકોને થોડી રાહત આપે તો સારું. અત્યારે તો સ્થિતિ ઘણી ગંભીર જણાઈ રહી છે." નોકરીયાત વર્ગના બજેટ પર 'બ્રેક' લાગી પ્રીમિયમ પેટ્રોલ વાપરતા લક્ઝરી બાઈક અને કાર ચાલકોમાં આ વધારાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાવર અને સ્પીડ પેટ્રોલના ભાવ વધતા હવે સામાન્ય પેટ્રોલ તરફ લોકો વળે તેવી શક્યતા છે. જો આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ શાંત નહીં થાય તો આગામી દિવસોમાં સામાન્ય પેટ્રોલના ભાવમાં પણ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે, જે સામાન્ય જનતા માટે કપરા ચઢાણ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    Dy CM ઓફિસમાં હવે ‘નો એન્ટ્રી વિથઆઉટ સ્કેનિંગ’:આત્મહત્યા પ્રયાસ બાદ સુરક્ષા કડક, અરજદારોનું બોડી ચેકિંગ ફરજિયાત
    Next Article
    મણીનગરમાં ચેટીચંદની ભવ્ય ઉજવણી:શોભાયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ, નીલ રોકસ્ટારની મ્યુઝિકલ નાઈટ બનશે મુખ્ય આકર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment