Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નવરાત્રિમાં સુરક્ષા સાથે ચેડાં નહીં ચલાવી લેવાય':કોમર્શિયલ ગરબા આયોજકોને Dy. CM હર્ષ સંઘવીની તાકીદ, કહ્યું- 'ફાયરની વ્યવસ્થાઓમાં કોઈ પણ બાંધછોડ ન કરો'

    8 hours ago

    રાજ્યભરમાં નવરાત્રિ મહોત્સવની ધૂમ શરૂ થઈ ચૂકી છે ત્યારે ખેલૈયાઓની સુરક્ષાને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કોમર્શિયલ ગરબા આયોજકોને ફાયર સેફ્ટી અને સુરક્ષા વ્યવસ્થા મામલે અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, ઉત્સવના ઉલ્લાસ વચ્ચે ખેલૈયાઓ અને નાગરિકોની સલામતી સર્વોપરી છે; આ બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. ફાયર સેફ્ટીમાં સામાન્ય ક્ષતિ પણ સહન નહીં થાય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે, હું બધા જ કમર્શિયલ ગરબા આયોજકોને ખાસ કરીને વિનંતી કરવા માંગુ છું, કોઈપણ પ્રકારની ફાયરની વ્યવસ્થાઓમાં કોઈ પણ બાંધછોડ આપ સૌ દ્વારા આ દિશામાં કોઈપણ ભૂલ ના કરવી જોઈએ. તમામ લોકો આ બાબતને ગંભીરતાપૂર્વક ધ્યાન લઈને ફાયર બાબતની જેટલી પણ વ્યવસ્થા છે, એ કમર્શિયલ ગરબા, ખાસ કરીને જે મોટા ગરબાનું આયોજન કરતા હોય એ તમામ લોકોએ એ બાબતે વધુ ચોકસાઈપૂર્વક કામગીરી આપણે સૌ કરશો તેવો મને 100% વિશ્વાસ છે. હર્ષ સંઘવીએ આયોજકોને તાકીદ કરતાં કહ્યું કે, ગ્રાઉન્ડ પર ફાયર સેફ્ટીનાં પૂરતાં સાધનો, કાર્યરત ઇમરજન્સી એક્ઝિટ અને ક્વિક રિસ્પોન્સ પ્લાન તૈયાર રાખવો પડશે. કોઈ અનિચ્છનીય ઘટના કે નાસભાગ જેવી હોનારત ન સર્જાય તે માટે અત્યંત ચોકસાઈપૂર્વક કામગીરી કરવા જણાવ્યું છે. નાના વેપારીઓ માટે નવરાત્રિ દિવાળી સમાન બને તેવો સંકલ્પ રાત્રે મોડે સુધી ગરબા અને બજારો ચાલુ રહેવાના નિર્ણય અંગે મંત્રીએ જણાવ્યું કે, તેનાથી નાના લારી-ગલ્લા ધારકો, ખાણીપીણીના સ્ટોલ, રેસ્ટોરન્ટ અને સ્થાનિક વેપારીઓને મોટો આર્થિક ટેકો મળે છે. રાજ્ય સરકારનો સંકલ્પ છે કે નવરાત્રિ દરમિયાન નાના રોજગાર મેળવનારા પરિવારોમાં પણ દિવાળી જેવી ખુશી આવે અને તેમનો વેપાર વધે. પોલીસ તંત્ર વધારાનો તણાવ વેઠીને પણ સુરક્ષા આપશે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે મંત્રીએ સ્પષ્ટ કર્યું કે પોલીસ વિભાગને વિસ્તૃત માર્ગદર્શિકા આપી દેવામાં આવી છે. સામાન્ય નાગરિકો નિર્ભય બનીને ગરબા માણી શકે અને વેપારીઓ શાંતિથી રોજગાર મેળવી શકે તે માટે પોલીસ વિભાગ જરૂર પડ્યે વધારાના બે કલાકો કામ કરીને પણ ખડેપગે રહેશે. રાત્રે ગરબા રમવાના સમય અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે નવરાત્રી એ મા અંબાની ભક્તિનો પવિત્ર તહેવાર છે, જેમાં ગુજરાતના દરેક નાગરિકની ઊંડી આસ્થા રહેલી છે. તેમણે જણાવ્યું કે ભક્તિ કરવામાં સમયની કોઈ પાબંધી ન હોવી જોઈએ, તેથી ખેલૈયાઓ મોડી રાત સુધી ઉત્સાહપૂર્વક માતાજીની ભક્તિ અને ગરબા રમી શકે છે. જ્યારે ગરબાના ચોક્કસ સમય અંગે ફરીથી પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે હસતાં મોંઢે જણાવ્યું કે ગરબા ક્યાં સુધી ચાલશે તે રમવાવાળા અને આયોજકો સારી રીતે જાણે છે.
    Click here to Read More
    Previous Article
    Jobless For 2 Years In US, 61-Year-Old IIT Kanpur Alum Considers Returning To India
    Next Article
    મહીસાગર નળ સે જળ કૌભાંડમાં વધુ બે કોન્ટ્રાક્ટર ઝડપાયા:123 કરોડના કેસમાં 620 ગામોમાં ગેરરીતિ, ધરપકડનો આંક 69 પર પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment