Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગર નળ સે જળ કૌભાંડમાં વધુ બે કોન્ટ્રાક્ટર ઝડપાયા:123 કરોડના કેસમાં 620 ગામોમાં ગેરરીતિ, ધરપકડનો આંક 69 પર પહોંચ્યો

    7 hours ago

    મહીસાગર જિલ્લામાં 123 કરોડ રૂપિયાના નળ સે જળ કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે વધુ બે કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે. આ સાથે ધરપકડનો કુલ આંક 69 પર પહોંચ્યો છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પર્વતભાઈ નર્વતભાઈ માલીવાડ અને જયંતિભાઈ ધનાભાઈ પટેલિયાનો સમાવેશ થાય છે. પર્વતભાઈ પર ખાનપુરના મોટા ખાનપુર ગામે અને જયંતિભાઈ પર કડાણાના ઘાસવાડા ગામમાં ગેરરીતિ આચર્યાનો આરોપ છે. સરકારને પર્વતભાઈ પાસેથી 42 લાખ 92 હજાર 255 રૂપિયા, જ્યારે જયંતિભાઈ પાસેથી 62 હજાર 653 રૂપિયા વસૂલવાના બાકી છે. જિલ્લાના 714 ગામોમાંથી 620 ગામોમાં ગેરરીતિ થઈ હોવાની વિગતો સામે આવી છે. આ કેસમાં 22 જૂને વાસ્મો યુનિટ મેનેજર ગિરીશ અગોલાએ ફરિયાદ નોંધાવી હતી. સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીમાં 11 વાસ્મો કર્મચારીઓ અને 44 કોન્ટ્રાક્ટરો સહિત 69 લોકોની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'નવરાત્રિમાં સુરક્ષા સાથે ચેડાં નહીં ચલાવી લેવાય':કોમર્શિયલ ગરબા આયોજકોને Dy. CM હર્ષ સંઘવીની તાકીદ, કહ્યું- 'ફાયરની વ્યવસ્થાઓમાં કોઈ પણ બાંધછોડ ન કરો'
    Next Article
    મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેએ મતદાન મથકોની મુલાકાત લીધી:મતદારયાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત ટંકારા વિધાનસભા વિસ્તારમાં કામગીરીની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment