Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્માના ઝીલિયામાં ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર:મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના કબ્જા વાળી ગૌચર જમીન ખાલી કરાવાઈ

    1 week ago

    પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે પોલીસ વાન પર હુમલા બાદ તંત્રએ કડક કાર્યવાહી કરી છે. મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના ગૌચરની જમીન પર બનેલા ગેરકાયદેસર 'ઝીલિયા ફાર્મહાઉસ' પર બુલડોઝર ફેરવી દેવાની શરૂ આત થઈ ગઈ છે. આ ડિમોલેશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં રહી છે આ ઘટના થોડા સમય પૂર્વે પોલીસ વાન પર થયેલા હુમલાના પગલે બની છે, જેમાં પોલીસે અત્યાર સુધીમાં 18 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ હુમલા બાદ વહીવટી તંત્રએ કાયદો અને વ્યવસ્થાને પડકારનારા તત્વો સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તપાસમાં સામે આવ્યું હતું કે ભાવેશ રબારીએ ચાણસ્મા પંથકમાં ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવીને 'ઝીલિયા ફાર્મહાઉસ'નું નિર્માણ કર્યું હતું. આ ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા આજે સાંજે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં અનેક જેસીબી મશીનો દ્વારા ફાર્મહાઉસના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું. ગુનેગારોના આર્થિક સામ્રાજ્ય અને ગેરકાયદેસર મિલકતો પર તંત્ર દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત યથાવત છે અને દબાણ હટાવવાની પ્રક્રિયા બે જેસીબી મશીન દ્વારા ગેટ અને દીવાલ તોડવાની કામગીરી ચાલુ છે
    Click here to Read More
    Previous Article
    ચંદ્રુમાણામાં નવીન દરજીએ માતાની પુણ્યતિથિ ઉજવી:શાળાના બાળકોને નાસ્તાનું વિતરણ, રાત્રે ભજન કીર્તન
    Next Article
    ટ્રેન મુસાફરી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો:પિતા-પુત્રને ઠગે નશીલો પદાર્થ પીવડાવી બેભાન કર્યા, સિમકાર્ડ-ATM લઈ 1.22 લાખની ઠગાઈ આચરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment