Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેન મુસાફરી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો:પિતા-પુત્રને ઠગે નશીલો પદાર્થ પીવડાવી બેભાન કર્યા, સિમકાર્ડ-ATM લઈ 1.22 લાખની ઠગાઈ આચરી

    1 week ago

    વડોદરામાં ટ્રેનમાં નશીલો પદાર્થ ભેળવેલું પાણી પીવડાવી પિતા-પુત્રને બેભાન કરી રૂપિયા 1.22 લખાની ચોરી કરવાની ગંભીર ઘટના સામે આવી છે. આ મામલે સુરતના રહેવાસી યુવકે રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યો વ્યક્તિ તેમની સામેની સીટ પર આવી બેસી ગયો મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ સુરતમાં રહેતા સીરાજુલ ઇસ્લામ શેખ પોતાના પિતાને વતન મોકલવા માટે વડોદરા રેલવે સ્ટેશનથી અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન ઉપડ્યા બાદ થોડા જ સમયમાં એક અજાણ્યો વ્યક્તિ તેમની સામેની સીટ પર આવી બેઠો અને વાતચીત શરૂ કરીને વાતોમાં ભોળવી પિતા-પુત્રનો વિશ્વાસ કેળવ્યો હતો. પાણી પીધા બાદ બંનેને ચક્કર આવતા બેભાન થઈ ગયા થોડીવાર બાદ આરોપીએ પિતાને પાણી પીવા માટે બોટલ આપી હતી. પિતાએ પાણી પીધા બાદ સીરાજુલે પણ થોડું પી લીધું હતું. પાણી પીધા બાદ બંનેને ચક્કર આવ્યા અને તેઓ બેભાન થઈ ગયા હતા. જ્યારે હોશમાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે, આરોપીએ તેમના મોબાઇલમાંથી બંને સિમકાર્ડ કાઢી લીધા હતા અને પેન્ટના ખિસ્સામાંથી પર્સ ચોરી લીધું હતું. ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા બેંક ખાતામાંથી 1.20 લાખ ઉપાડી લીધા પર્સમાંથી રોકડ તથા એટીએમ કાર્ડ લઈ લીધા હતા. આરોપીએ એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને તેમજ ઓનલાઈન ટ્રાન્જેક્શન દ્વારા બેંક ખાતામાંથી 1.20 લાખ ઉપાડી લીધા હતા. આરોપીએ કુલ રૂપિયા 1.22 લાખાની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રેલવે પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે અને આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચાણસ્માના ઝીલિયામાં ગેરકાયદેસર ફાર્મહાઉસ પર બુલડોઝર:મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના કબ્જા વાળી ગૌચર જમીન ખાલી કરાવાઈ
    Next Article
    Mehsana News | મહેસાણા વિજાપુર APMC દ્વારા તાડપત્રીનું વિતરણ | Vijapur | Gujarat | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment