Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંગણવાડી કાર્યકરોએ મોડાસામાં પડતર માંગણીઓ માટે સૂત્રોચ્ચાર કર્યા:હાઈકોર્ટના ચુકાદાના અમલ અને પગાર વધારા માટે ત્રણ દિવસની હડતાળ યોજી

    1 week ago

    અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આંગણવાડી કાર્યકરોએ પોતાની પડતર માંગણીઓ માટે ત્રણ દિવસીય હડતાળના અંતિમ દિવસે સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આ આંદોલનનું એલાન આપવામાં આવ્યું હતું. સંગઠન દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની કુલ 12 માંગણીઓ સ્વીકારવા અને હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્ય માંગણીઓમાં પગાર વધારાનો સમાવેશ થાય છે. હડતાળના ત્રીજા અને છેલ્લા દિવસે, અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા અને સેજાની બહેનો મોટી સંખ્યામાં મોડાસા ચારરસ્તા ખાતે એકત્ર થઈ હતી. તેમણે પોતાની માંગણીઓના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા અને ધરણા પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિયનના આગેવાનો ઉર્મિલાબેન, ડાયાભાઈ જાદવ, ચંદ્રપાલસિંહ ખાંટ, રાકેશ તરાર અને મહેન્દ્રસિંહ પગી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ઉર્મિલાબેને સંબોધન કરતા સંગઠનની તાકાત વધારવા અને એકતા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રણમાં વાવાઝોડાથી અગરિયાઓને નુકસાન: પ્રથમવખત સર્વે:જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સ્ટાફ આવતીકાલથી ઝૂંપડે-ઝૂંપડે જઈ રિપોર્ટ બનાવશે, 15થી 20 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ
    Next Article
    જાયન્ટ્સ ગ્રુપે ચકલીના માળા અને કુંડાનું વિતરણ કર્યું:બોટાદમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સેવાકીય કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment