Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાયન્ટ્સ ગ્રુપે ચકલીના માળા અને કુંડાનું વિતરણ કર્યું:બોટાદમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સેવાકીય કાર્યક્રમ યોજાયો

    1 week ago

    જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે એક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. આ વિતરણ કાર્યક્રમ શુક્રવાર, 20 માર્ચ 2026 ના રોજ સવારે 10:00 થી 11:00 કલાકે દિનદયાળ ચોક, બોટાદ ખાતે યોજાયો હતો.કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉનાળાની ઋતુમાં ચકલીઓ અને અન્ય પંખીઓ માટે પાણી અને આશ્રયની અછત ન સર્જાય તે સુનિશ્ચિત કરવાનો હતો. આ ઉપરાંત, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ તેનો ઉદ્દેશ્ય હતો.જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના ઘર, દુકાન, ઓફિસ કે આસપાસના વિસ્તારોમાં ચકલીના માળા અને પાણીના કુંડા મૂકી પંખી સંરક્ષણમાં સહભાગી બને. આ પ્રસંગે ફેડરેશનના પૂર્વ પ્રમુખ કેતનભાઇ રોજેસરા, ઉપપ્રમુખ ડૉ. પરેશભાઈ દરજી અને દિપકભાઈ માથુકિયા, પૂર્વ પ્રમુખ ડૉ. આનંદભાઈ ત્રિવેદી, રાજુભાઈ ડેરૈયા, સંજયભાઈ પટેલ, વિજયભાઈ ઝીંઝુવાડીયા, રાજુભાઈ ઓઝા, ધવલભાઈ રોજેસરા, યોગેશભાઈ મસોયા, ભરતભાઈ પટેલ સહિત શહેરના આગેવાનો, નાગરિકો અને સેવાભાવી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આંગણવાડી કાર્યકરોએ મોડાસામાં પડતર માંગણીઓ માટે સૂત્રોચ્ચાર કર્યા:હાઈકોર્ટના ચુકાદાના અમલ અને પગાર વધારા માટે ત્રણ દિવસની હડતાળ યોજી
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પેટ્રોલના ભાવ સાંભળી સુરતીઓ ચોંકી ગયા, પાલિકાના પ્લોટમાં જ ગંદકીના ગંજ ખડકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment