Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક:જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, સાંસદ-ધારાસભ્યો હાજર

    1 week ago

    અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, જનક તળાવિયા, હિરા સોલંકી અને જે.વી. કાકડિયા સહિતના જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા અગાઉના પેન્ડિંગ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક અને જોડતા રસ્તાઓ, જમીન માપણી, વીજ જોડાણ, જંગલ કટીંગ, નેશનલ હાઈવે સંલગ્ન ગામોમાં સર્વિસ રોડની માંગણી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાણી પુરવઠા, માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકાને લગતા પ્રશ્નો અંગે પણ ચર્ચા થઈ હતી. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ મુદ્દે અત્યાર સુધીની પ્રગતિલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. કલેક્ટર ભારદ્વાજે નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે સંબંધિત કચેરીઓના વડાઓને પરસ્પર સંકલન સાધવા અને ઘટતું કરવા નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર દિલિપસિંહ ગોહિલ, અમરેલી પ્રાંત અધિકારી મહેશ નાકિયા, લાઠી પ્રાંત અધિકારી નીરવ બ્રહ્મભટ્ટ, બગસરા, ધારી, સાવરકુંડલા-લાઠીના પ્રાંત અધિકારીઓ, કાર્યપાલક ઇજનેર ધોળાવાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચાવડા, તાલુકા અને શહેર મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સ્વચ્છતાના એવોર્ડ વિરુદ્ધ કચરા રાજની વરવી વાસ્તવિકતા:1 કિલોમીટરમાં 15થી વધુ ગંદકીના ગંજ, પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરીયાએ વહીવટદાર મિલિંદ તોરવણેને પત્ર લખ્યો
    Next Article
    તાપી જિલ્લામાં 624 પ્રકલ્પોને મંજૂરી:પ્રભારી મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં રૂ. 16.50 કરોડ ફાળવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment