Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી જિલ્લામાં 624 પ્રકલ્પોને મંજૂરી:પ્રભારી મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં રૂ. 16.50 કરોડ ફાળવાયા

    1 week ago

    તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને શુક્રવારે જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27 ની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2024-25 માટે રજૂ થયેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રીએ જિલ્લાના 8 તાલુકાઓ માટેના 624 જેટલા વિવિધ પ્રકલ્પો માટે કુલ રૂ. 16.50 કરોડની ફાળવણીને મંજૂરી આપી હતી. આ બેઠકમાં રાજ્યમંત્રી ડો. જયરામ ગામીત પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, પીવાના પાણી સહિતની પાયાની સુવિધાઓ લોકોની સુખાકારી માટે અત્યંત મહત્વની છે. તેમણે સંબંધિત અધિકારીઓને આ લોકઉપયોગી કામો સમયમર્યાદામાં અને સંપૂર્ણ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. મંત્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રકલ્પો પૂર્ણ થવાથી જિલ્લાના છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચશે અને જનસુવિધામાં નોંધપાત્ર વધારો થશે. તેમણે પડતર કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરીને આયોજનબદ્ધ રીતે આગામી કામો હાથ ધરવા પણ સૂચનો કર્યા હતા. આ પ્રસંગે કલેક્ટર ડો. વિપીન ગર્ગે પણ સંબંધિત વિભાગ તથા અમલીકરણ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. મંત્રી નરેશ પટેલે જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના નેતૃત્વમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી. જિલ્લા આયોજન અધિકારી કે.વી. પટેલે આયોજન મંડળની બેઠકની રૂપરેખા રજૂ કરી હતી અને અત્યાર સુધી થયેલી કામગીરીનો ચિતાર આપ્યો હતો. ફાળવેલી રકમથી વિવિધ તાલુકાઓમાં રોડ, પેવર બ્લોક, પાણીની સુવિધા, કમ્પાઉન્ડ વોલ, શૌચાલય, ગટર અને વીજળી સહિતના અનેક કામો હાથ ધરવામાં આવશે. આનાથી પ્રજાસુખાકારી સુનિશ્ચિત થશે. આ બેઠકમાં ધારાસભ્ય કુંવરજી હળપતિ, મોહન કોંકણી અને મોહન ઢોડિયા, નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમરેલી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક:જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, સાંસદ-ધારાસભ્યો હાજર
    Next Article
    'શહેર ભાજપ પ્રમુખે 40 લાખના 1.50 કરોડ પડાવ્યા,કરોડોની જમીન પચાવી':જૂનાગઢમાં 3 બાઈક શોરૂમના માલિક રસ્તા પર આવ્યા, પિતાએ રડીને વેદના વર્ણવી, રૂપારેલિયાએ કહ્યું- આરોપ સાબિત કરે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment