Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વચ્છતાના એવોર્ડ વિરુદ્ધ કચરા રાજની વરવી વાસ્તવિકતા:1 કિલોમીટરમાં 15થી વધુ ગંદકીના ગંજ, પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરીયાએ વહીવટદાર મિલિંદ તોરવણેને પત્ર લખ્યો

    1 week ago

    દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં મોખરે રહેતું અને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ એવોર્ડ મેળવનાર સુરત શહેર આજે વિરોધાભાસનો સામનો કરી રહ્યું છે. એક તરફ મનપાના વહીવટદારો એવોર્ડની ટ્રોફીઓ સાથે ફોટા પડાવવામાં વ્યસ્ત છે તો બીજી તરફ શહેરના માર્ગો પર કચરાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના અંધેર વહીવટ સામે પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરીયાએ ગંભીર સવાલો ઉઠાવતા સુરત કચરા રાજનું સાક્ષી બન્યું હોવાના આક્ષેપો કર્યા છે. પૂર્વ કોર્પોરેટરે પત્ર લખીને શહેરની કથળતી જતી સફાઈ વ્યવસ્થાનો ચિતાર આપ્યો પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરીયાએ સુરત મનપાના વહીવટદાર મિલિંદ તોરવણેને પત્ર લખીને શહેરની કથળતી જતી સફાઈ વ્યવસ્થાનો ચિતાર આપ્યો છે. તેમણે પુરાવા સાથે જણાવ્યું છે કે, સુરતના વરાછા અને પુણાગામ વિસ્તારમાં, ખાસ કરીને સીતાનગર ચોકથી મારુતિ ચોક સુધીના માત્ર 1 કિલોમીટરના અંતરમાં જ 15થી વધુ જાહેર સ્થળો પર કચરાના મોટા ઢગલા જોવા મળે છે. આ ઢગલાઓ બીઆરટીએસ રૂટ, સર્વિસ રોડ, સોસાયટીના મેઈન ગેટ અને ફ્લાયઓવર બ્રિજની નીચે એમ દરેક જગ્યાએ પથરાયેલા છે. આ દ્રશ્યો મનપાના સ્વચ્છ સુરતના દાવાઓની પોલ ખોલી રહ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા વગર કચરાપેટીઓ હટાવવાનો નિર્ણય તંત્રની મોટી ભૂલ સુરત મહાનગરપાલિકાએ શહેરને ડસ્ટબિન ફ્રી બનાવવાના ઉત્સાહમાં જાહેર માર્ગો પરથી કચરાપેટીઓ હટાવી દીધી હતી. મનપાનો તર્ક હતો કે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન સિસ્ટમ મજબૂત હોવાથી રસ્તા પર કચરાપેટીની જરૂર નથી પરંતુ, વાસ્તવિકતા એ છે કે ડોર ટુ ડોર કલેક્શનની ગાડીઓ અનિયમિત છે અથવા તો દરેક ઘર-દુકાન સુધી પહોંચતી નથી. પરિણામે, નાગરિકો પાસે કચરો ક્યાં નાખવો તેનો કોઈ વિકલ્પ રહ્યો નથી. મજબૂરીમાં લોકોએ જાહેર રસ્તાઓ, બ્રિજની નીચે કે ખુલ્લી જગ્યાઓને ડમ્પિંગ સાઈટ બનાવી દીધી છે. વિજય પાનશેરીયાએ ભારપૂર્વક જણાવ્યું છે કે, વૈકલ્પિક વ્યવસ્થા વગર કચરાપેટીઓ હટાવવાનો નિર્ણય તંત્રની મોટી ભૂલ સાબિત થયો છે. નાની ગલીઓમાં કચરો લેવાની કોઈ ચોક્કસ નીતિ ન હોવાથી લોકો રસ્તા પર ફેંકે સુરત મનપા દર વર્ષે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ ડોર ટુ ડોર કચરો ઉઠાવતી એજન્સીઓને આપે છે. ટેકનોલોજી અને જીપીએસ ટ્રેકિંગના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ પાનશેરીયાના મતે, આ વ્યવસ્થા અને વાસ્તવિકતા વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. અનેક વિસ્તારોમાં કચરાની ગાડીઓ આવતી જ નથી અથવા તો સમયસર આવતી નથી. વળી, વ્યવસાયિક એકમો અને નાની ગલીઓમાં કચરો લેવાની કોઈ ચોક્કસ નીતિ ન હોવાથી લોકો રસ્તા પર કચરો ફેંકવા પ્રેરાય છે. કચરાના ઢગલા પર માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગો ફેલાવાની ભીતિ શહેરમાં ખડકાયેલા કચરાના ઢગલા માત્ર દ્રશ્ય પ્રદૂષણ જ નથી ફેલાવતા, પણ તે ગંભીર બીમારીઓનું કેન્દ્ર બની રહ્યા છે. જાહેર માર્ગો પર કચરો સડવાને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાય છે, જેનાથી રાહદારીઓ અને સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે. કચરાના ઢગલા પર માખીઓ અને મચ્છરોનો ઉપદ્રવ વધતા ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઈફોઈડ જેવા રોગો ફેલાવાની ભીતિ છે. એવોર્ડ વાસ્તવિકતા પર આધારિત ન હોય તો તે પ્રજા સાથે છેતરપિંડી સુરત જે રીતે યેનકેન પ્રકારે સફાઈના એવોર્ડ મેળવી રહ્યું છે, તેની પાછળ તંત્રની મેનેજમેન્ટ શક્તિ વધુ અને સફાઈ શક્તિ ઓછી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જ્યારે નિરીક્ષકો સુરતની મુલાકાતે આવવાના હોય, ત્યારે ચોક્કસ રૂટ પર સફાઈના આટાપાટા ખેલવામાં આવે છે પરંતુ, આંતરિક વિસ્તારોની હાલત ઠેરની ઠેર રહે છે. પૂર્વ કોર્પોરેટરના જણાવ્યા મુજબ એવોર્ડ મેળવવો એ ગૌરવની વાત છે પણ જો તે વાસ્તવિકતા પર આધારિત ન હોય તો તે પ્રજા સાથે છેતરપિંડી સમાન છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં મિલેટ અને પ્રાકૃતિક ખેતીનો મહોત્સવ:આવતીકાલે મંત્રી કુંવરજી બાવળિયા કરાવશે ઉદ્ઘાટન, 150 ફૂટ રિંગ રોડ પર આયોજન
    Next Article
    અમરેલી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક:જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, સાંસદ-ધારાસભ્યો હાજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment