Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના પોશ અલથાણ વિસ્તારમાં મિનિ ખજોદ જેવી સ્થિતિ:પાલિકાના પ્લોટમાં કચરાના ડમ્પિંગથી રહીશો ત્રાહિમામ; મનપાના સ્વચ્છતાના દાવા પોકળ

    6 days ago

    દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં જેની ગણના થાય છે તેવા સુરત શહેરમાંથી એક ચોંકાવનારી તસવીર સામે આવી છે. શહેરના અત્યંત આધુનિક અને પોશ ગણાતા અલથાણ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં કચરાનું સામ્રાજ્ય ફેલાયું છે. આ પ્લોટ હવે જાણે નાની ડમ્પિંગ સાઈટ બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગાર્ડન વેસ્ટ અને પ્લાસ્ટિકના કચરાથી આખો પ્લોટ ખદબદી રહ્યો છે, જેનો આસપાસની આલીશાન બિલ્ડિંગોમાં રહેતા હજારો રહીશો સામનો કરી રહ્યા છે. સૂકો કચરો હોવાને કારણે અહીં ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે અલથાણના આ પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી શહેરના બગીચાઓમાંથી નીકળતો ગાર્ડન વેસ્ટ એટલે કે સૂકા પાંદડા, ડાળીઓ અને ઘાસ નાખવામાં આવી રહ્યું છે. આ કચરાની સાથે સાથે મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અન્ય કચરો પણ અહીં ઠાલવવામાં આવતા ગંદકીનું પ્રમાણ વધ્યું છે. સૂકો કચરો હોવાને કારણે અહીં ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે આ સૂકો કચરો સામાન્ય તણખલાથી પણ ભભૂકી ઉઠે તેમ છે. કચરામાંથી સતત આવતી દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો આ પ્લોટની બિલકુલ સામે મોટી અને ઊંચી રહેણાંક બિલ્ડિંગો આવેલી છે. હજારો પરિવારો અહીં વસવાટ કરે છે. સ્થાનિક રહીશોની ફરિયાદ છે કે, પ્લોટમાં જમા થયેલા કચરામાંથી સતત દુર્ગંધ આવે છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. સૌથી મોટો ડર આગનો છે. રહીશોના જણાવ્યા અનુસાર, અગાઉ અહીં એકથી બે વખત આગ લાગવાના બનાવો બની ચૂક્યા છે. સુરત માટે ખજોદ ડમ્પિંગ સાઈટ હંમેશા વિવાદનું કેન્દ્ર ખજોદ ખાતે કચરાના નિકાલ અને ત્યાં લાગતી આગને કારણે આસપાસના વિસ્તારોમાં ફેલાતા પ્રદૂષણનો મુદ્દો હજુ શમ્યો નથી. હાઈકોર્ટ અને ગ્રીન ટ્રિબ્યુનલ સુધી આ મામલો પહોંચ્યો છે. તેવામાં શહેરની અંદર, ખાસ કરીને અલથાણ જેવા રહેણાંક વિસ્તારમાં નવો ખજોદ ઉભો થઈ રહ્યો હોય તેમ જણાય છે. તંત્ર એક તરફ મોટી વાતો કરે છે અને બીજી તરફ પોતાના જ પ્લોટમાં કચરો જમા થવા દે છે, જે પાલિકાની બેવડી નીતિ છતી કરે છે. કોર્પોરેશનના માલિકીના પ્લોટમાં જ કચરાના ઢગલા અધિકારીઓની બેદરકારી સુરત મહાનગરપાલિકાના હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની વ્યવસ્થા પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. છતાં, પોતાના માલિકીના પ્લોટમાં જ કચરાના ઢગલા થવા તે અધિકારીઓની બેદરકારી સૂચવે છે. શું પાલિકા પાસે આ ગાર્ડન વેસ્ટના નિકાલ માટે કોઈ ચોક્કસ પ્લાન્ટ નથી? શું પ્લાસ્ટિકના કચરાને અલગ કરવાની પ્રક્રિયા માત્ર કાગળ પર જ ચાલે છે?
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં LPGની અછતની અફવાઓને સરકારે નકારી કાઢી:‘એક ક્લિક’થી ઘર સુધી સિલિન્ડર, લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં, 2 દિવસમાં ડિલિવરીનો સરકારનો દાવો
    Next Article
    વાવાઝોડાથી સંચાણામાં 50થી 60 માછીમારી બોટને નુકસાન:માછીમારોની આજીવિકા પર અસર, સરકારી સહાયની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment