Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં LPGની અછતની અફવાઓને સરકારે નકારી કાઢી:‘એક ક્લિક’થી ઘર સુધી સિલિન્ડર, લાઇનમાં ઊભા રહેવાની જરૂર નહીં, 2 દિવસમાં ડિલિવરીનો સરકારનો દાવો

    6 days ago

    ગુજરાતમાં રાંધણગેસ (LPG)ની અછત અંગે ચાલી રહેલી અફવાઓને રાજ્ય સરકારે નકારી કાઢી છે. સરકારના દિશાનિર્દેશનમાં રાજ્યભરમાં LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે. નાગરિકોને ગેસ સિલિન્ડર માટે એજન્સી પાસે જઈને લાઇનમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે ડિજિટલ બુકિંગ દ્વારા ઘર સુધી સિલિન્ડર પહોંચાડવાની સુવ્યવસ્થા કાર્યરત છે. રજીસ્ટર્ડ મોબાઇલ નં. દ્વારા ક્લિકમાં સિલિન્ડર બુક ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગ્રાહકોને સરળતા રહે તે માટે વોટ્સએપ, મિસ્ડ કૉલ, SMS/IVRS, મોબાઇલ એપ્લિકેશન અને ઑનલાઇન પોર્ટલ જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. ગ્રાહકો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર દ્વારા થોડા જ ક્લિકમાં સિલિન્ડર બુક કરી શકે છે અને બુકિંગ બાદ ઘરે જ ડિલિવરી મળે છે. ડિજિટલ બુકિંગથી સરળતા ને SMS દ્વારા કન્ફર્મેશન ઇન્ડિયન ઓઇલ, HP ગેસ અને ભારત ગેસ જેવી કંપનીઓ દ્વારા અલગ-અલગ પ્લેટફોર્મ પર બુકિંગની સુવિધા ઉપલબ્ધ છે. IndianOil ONE, HP PAY અને Hello BPCL જેવી એપ્લિકેશન તેમજ સત્તાવાર વેબસાઇટ દ્વારા પણ સરળતાથી બુકિંગ થઈ શકે છે. બુકિંગ બાદ ગ્રાહકોને SMS દ્વારા કન્ફર્મેશન પણ મોકલવામાં આવે છે. રાજ્યમાં પૂરતા સ્ટોક અને નિયમિત સપ્લાયનો દાવો ખેડા, મોડાસા અને અન્ય વિસ્તારોના ગ્રાહકો મુજબ હાલ ગેસ સપ્લાયમાં કોઈ મુશ્કેલી નથી. બુકિંગ બાદ સમયસર સિલિન્ડર મળી રહે છે અને ડિલિવરી વ્યવસ્થા સંતોષજનક છે. ગેસ એજન્સી સંચાલકો પણ રાજ્યમાં પૂરતા સ્ટોક અને નિયમિત સપ્લાયની પુષ્ટિ કરે છે. કાળાબજારીઓ કરતાં લોકો પર મોનિટરિંગ LPG વિતરણમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે રાજ્ય સરકારે રેવન્યૂ અને પોલીસ અધિકારીઓની નિમણૂક કરી છે. તેઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી નાગરિકોને સમયસર પુરવઠો મળી રહે. આ હેલ્પલાઇન નંબર પરથી માહિતી મેળવી શકશો LPG સંબંધિત કોઈ સમસ્યા કે માહિતી માટે રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-233-0222 જાહેર કરવામાં આવ્યો છે. સરકારે નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અને સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    'શહેર ભાજપ પ્રમુખે 40 લાખના 1.50 કરોડ પડાવ્યા,કરોડોની જમીન પચાવી':જૂનાગઢમાં 3 બાઈક શોરૂમના માલિક રસ્તા પર આવ્યા, પિતાએ રડીને વેદના વર્ણવી, રૂપારેલિયાએ કહ્યું-આક્ષેપ સાબિત કરે
    Next Article
    સુરતના પોશ અલથાણ વિસ્તારમાં મિનિ ખજોદ જેવી સ્થિતિ:પાલિકાના પ્લોટમાં કચરાના ડમ્પિંગથી રહીશો ત્રાહિમામ; મનપાના સ્વચ્છતાના દાવા પોકળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment