Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ:પ્રભારી ઋત્વિજ પટેલ દ્વારા જ્યાં ઓછી લીડ મળે છે ત્યાં લીડ વધારવા માટે ચર્ચા-વિચારણા

    1 week ago

    આગામી સમયમાં જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની છે ત્યારે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રભારી ઋત્વિજ પટેલના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી સમયમાં યોજાનાર ચૂંટણી અંગે વડોદરાના આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ધારાસભ્યોની પણ હાજરી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની કામ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે અને આગામી સમયમાં તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજવામાં આવશે ત્યારે આજરોજ વડોદરા જિલ્લાના પ્રભારી ઋત્વિજ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અપેક્ષિત ઉમેદવારો ઉપરાંત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી શરૂ થાય ત્યારથી અંત સુધીમાં કયા પ્રકારની વ્યવસ્થા કરવી તે અંગેની ચર્ચા વિચારણા આ બેઠકમાં કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ઉપર ભાજપની સત્તા હાલમાં વડોદરા જિલ્લામાં તાલુકા પંચાયતો તેમજ જિલ્લા પંચાયત ઉપર ભાજપની સત્તા છે. ત્યારે આગામી સમયમાં પણ ભાજપનો વિજય થાય અને જ્યાં ઓછી લીડ મળે છે ત્યાં લીડમાં વધારો થાય તે માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. માવઠા બાદ નુકસાન અંગે પણ રજૂઆત થશે વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખે જણાવ્યું હતું કે આગામી સમયમાં ચૂંટણીઓમાં ભાજપના જવલંત વિજય થાય તે માટેનું આયોજન કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે આવેલા માવઠાના કારણે અનેક વિસ્તારમાં નુકસાન પણ થયું છે ત્યારે આ અંગેની રજૂઆત પણ સરકારમાં કરવામાં આવશે અને ખેડૂતોને નુકસાન ભરપાઈ કરવામાં આવે તે અંગેની વ્યવસ્થા કરવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હોવાનું જિલ્લા પ્રમુખે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટેક્સ ઓફિસર લાંચ લેતા ઝડપાયા:ધંધાકીય લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા 1 લાખની લાંચ માગી હતી, ACBએ ભ્રષ્ટ અધિકારીની કરતૂત ખુલી પાડી
    Next Article
    ભદ્ર પાથરણાં મામલે AMCને સુપ્રીમની રાહત, ફેરિયાઓ પર પ્રતિબંધ યથાવત:ફેરિયાને ફરી પુનઃસ્થાપિતના હાઇકોર્ટના હુકમને SCએ સ્ટે આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment