Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભદ્ર પાથરણાં મામલે AMCને સુપ્રીમની રાહત, ફેરિયાઓ પર પ્રતિબંધ યથાવત:ફેરિયાને ફરી પુનઃસ્થાપિતના હાઇકોર્ટના હુકમને SCએ સ્ટે આપ્યો

    1 week ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટી રાહત આપતા, સુપ્રીમ કોર્ટે ભદ્ર પરિસરમાં 'સ્ટેટસ ક્વો' જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે આદેશ આપ્યો છે કે, આ વિસ્તારના જાહેર માર્ગો કે ફૂટપાથ પર કોઈપણ પ્રકારની સ્ટ્રીટ વેન્ડિંગ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. આ આદેશ સાથે ગુજરાત હાઈકોર્ટના 13 માર્ચ, 2026ના તે ચુકાદા પર રોક લગાવી દીધી છે. AMCની અરજી પર સુપ્રીમ કોર્ટનો આદેશ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનવણી દરમિયાન આ આદેશ પસાર કર્યો હતો. હાઈકોર્ટના અગાઉના ચુકાદામાં ભદ્ર પ્લાઝામાં વેન્ડિંગ સ્પેસ પુનઃસ્થાપિત કરવા માટે સમયબદ્ધ નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા અને તેનું પાલન ન કરવા બદલ મ્યુનિસિપલ અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની પણ ચેતવણી આપી હતી. આ નિર્દેશો શનિવાર, 21 માર્ચથી અમલમાં આવવાના હતા. સુપ્રીમ કોર્ટે ગ્રાઉન્ડ પર હાલની સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો AMC વતી હાજર રહેલા ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. તેમણે અમદાવાદના સૌથી ગીચ અને ઐતિહાસિક રીતે સંવેદનશીલ એવા આ વિસ્તારમાં વેન્ડિંગની મંજૂરી આપવાથી જાહેર સુરક્ષા, ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા પર પડનારી ગંભીર અસરો વિશે પ્રકાશ પાડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને સ્વીકારીને, સુપ્રીમ કોર્ટે ગ્રાઉન્ડ પર હાલની સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. '1,500થી વધુ ફેરિયાઓએ જાહેર માર્ગો અને ફૂટપાથ પર કબજો જમાવ્યો હતો' અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રજૂઆત કરી હતી કે તેમની અમલીકરણ ઝુંબેશ પહેલા 1,500થી વધુ ફેરિયાઓએ જાહેર માર્ગો અને ફૂટપાથ પર કબજો જમાવ્યો હતો, જેના પરિણામે રસ્તાઓ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયા હતા. આના કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવાની ફરજ પડતી હતી અને એમ્બ્યુલન્સ તેમજ ફાયર સર્વિસ જેવા ઈમરજન્સી વાહનો માટે પણ આ વિસ્તારમાં પહોંચવું અશક્ય બની જતું હતું. જો કે ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશનની આ રજૂઆત સ્વીકારી ન હતી.
    Click here to Read More
    Previous Article
    ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ:પ્રભારી ઋત્વિજ પટેલ દ્વારા જ્યાં ઓછી લીડ મળે છે ત્યાં લીડ વધારવા માટે ચર્ચા-વિચારણા
    Next Article
    ગુજરાતમાં જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીનો ઢંઢેરો:23 માર્ચે પ્રાથમિક મતદારયાદી જાહેર, 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતો માટે નવું સીમાંકન પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment