Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણીનો ઢંઢેરો:23 માર્ચે પ્રાથમિક મતદારયાદી જાહેર, 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતો માટે નવું સીમાંકન પૂર્ણ

    1 week ago

    ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગે તૈયારી તેજ કરી દીધી છે. ચૂંટણી પ્રક્રિયાના પ્રથમ મહત્વપૂર્ણ તબક્કા રૂપે આગામી 23 માર્ચે પ્રાથમિક મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે, જેને કારણે રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. 23 માર્ચે યાદી પ્રસિદ્ધ થયા બાદ નાગરિકો પોતાના નામોની ચકાસણી કરી શકશે આયોગે વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે રાજ્યની 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોના મતવિસ્તારોનું સીમાંકન પૂર્ણ કર્યું છે. આ નવા સીમાંકનને આધારે વિધાનસભાની તાજી ફોટોવાળી મતદારયાદી પરથી પંચાયતવાર નવી યાદીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જાહેર કાર્યક્રમ મુજબ 23 માર્ચે યાદી પ્રસિદ્ધ થયા બાદ નાગરિકો પોતાના નામોની ચકાસણી કરી શકશે. જો કોઈ ભૂલ કે નામ ન હોય તો 27 માર્ચ સુધી દાવા-આક્ષેપો રજૂ કરી શકાશે. ત્યારબાદ આક્ષેપોની તપાસ પૂર્ણ કરીને 30 માર્ચ સુધીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે અને પછી આખરી મતદારયાદી જાહેર થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય ચહલપહલ તેજ બની ચૂંટણીને પારદર્શક બનાવવા માટે તમામ જિલ્લાઓમાં ચૂંટણી અધિકારીઓ (RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ (ARO)ની નિમણૂક કરી દેવામાં આવી છે. આ સાથે જ મતદાર નોંધણી અધિકારીઓ અને મામલતદારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ નમૂના-2 મુજબ ચોક્કસ અને અપડેટેડ યાદીઓ તૈયાર કરે. ખાસ વાત એ છે કે ઉમેદવારી પત્રોની છેલ્લી તારીખ સુધી પૂરવણી મતદારયાદી દ્વારા નામ ઉમેરવા, સુધારવા અથવા કાઢવાની પ્રક્રિયા ચાલુ રહેશે, જેના કારણે મતદારોને વધુ તક મળશે. આ સમગ્ર પ્રક્રિયા સાથે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે રાજકીય ચહલપહલ તેજ બની છે.
    Click here to Read More
    Previous Article
    ભદ્ર પાથરણાં મામલે AMCને સુપ્રીમની રાહત, ફેરિયાઓ પર પ્રતિબંધ યથાવત:ફેરિયાને ફરી પુનઃસ્થાપિતના હાઇકોર્ટના હુકમને SCએ સ્ટે આપ્યો
    Next Article
    વિશ્વ ચકલી દિવસે બનાસકાંઠામાં પક્ષીઘર-કુંડાનું વિતરણ:જિલ્લાના દરેક તાલુકામથકે 10 હજાર વસ્તુઓ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment