Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટેક્સ ઓફિસર લાંચ લેતા ઝડપાયા:ધંધાકીય લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવા 1 લાખની લાંચ માગી હતી, ACBએ ભ્રષ્ટ અધિકારીની કરતૂત ખુલી પાડી

    1 week ago

    ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ટેક્સ ઓફિસર ઉપેન્દ્ર સુતરીયા એક લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ જતા મ્યુનિસિપલ આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ધંધા અર્થે જરૂરી લાયસન્સ આપવાની અવેજીમાં લાંચની માંગણી કરવી અધિકારીને ભારે પડી છે. ઘટનાની વિગતો મુજબ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રોફેશનલ ટેક્સ અને વ્હીકલ ટેક્સ વિભાગનો હવાલો સંભાળતા ટેક્સ ઓફિસર ઉપેન્દ્ર સુતરીયાએ એક અરજદાર પાસે તેના ધંધાકીય લાયસન્સની પ્રક્રિયા પૂર્ણ કરવાના બદલામાં એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીની ટીમે સતર્કતા દાખવી છટકું ગોઠવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં જ જ્યારે ઉપેન્દ્ર સુતરીયા લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, ત્યારે જ પૂર્વ આયોજિત પ્લાન મુજબ એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.​ ઉપેન્દ્ર સુતરીયા પાસે કોર્પોરેશનમાં મહત્વના એવા વ્યવસાય વેરા અને વાહન વેરા વિભાગની જવાબદારી હતી. લાંબા સમયથી આ વિભાગમાં કામગીરીને લઈને અનેક ફરિયાદો ઉઠતી રહી હતી, પરંતુ આ સફળ ટ્રેપ બાદ ભ્રષ્ટ અધિકારીઓના કરતૂતો ખુલ્લા પડ્યા છે. LCBએ લાંચની રકમ જપ્ત કરી અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.​ આ સફળ ટ્રેપ બાદ એસીબી હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે શું આ અગાઉ પણ અન્ય લાયસન્સ કે ટેક્સના કામોમાં આવી કોઈ ગેરરીતિ આચરવામાં આવી હતી કે કેમ, ગાંધીનગર જેવા સંવેદનશીલ વિસ્તારમાં ક્લાસ-1 કક્ષાના અધિકારી લાંચ લેતા પકડાયા હોવાથી પાટનગરના વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હાલમાં એસીબી દ્વારા અધિકારીના નિવાસસ્થાન અને અન્ય મિલકતોની તપાસ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ:પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ
    Next Article
    ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ:પ્રભારી ઋત્વિજ પટેલ દ્વારા જ્યાં ઓછી લીડ મળે છે ત્યાં લીડ વધારવા માટે ચર્ચા-વિચારણા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment